|
અભયમ્ ૧૮૧ મહિલા હેલ્પલાઈન
|
યોજનાનો ઉદ્દેશ / હેતુઃ
|
જરૂરિયાતમંદ કિશોરી, યુવતી કે મહિલાને જરૂરી માહિતી, માર્ગદર્શન
અને સહાય પૂરી પાડવી
|
આવક મર્યાદા
|
કોઈ આવક મર્યાદા લાગુ પડતી નથી.
|
લાભાર્થીનો પ્રકાર
|
કિશોરી, યુવતી, મહિલા
|
પાત્રતાના ધોરણોઃ
|
કોઈ પણ ઉંમરની કન્યા, યુવતી કે મહિલા આ સેવાનો ઉપયોગ કરી શકે છે.
મહિલાને મદદરૂપ બનનાર કોઇપણ પુરુષ આ સેવાનો ઉપયોગ કરી શકે છે,
અન્ય રાજ્યની મહિલા ગુજરાતમાં આવતા આ સેવાનો લાભ મેળવી શકે છે.
|
યોજના હેઠળ મળતી સહાયઃ
|
ફોન પર માર્ગદર્શન, સલાહ-સૂચન હિંસાના સંજોગોમાં તાત્કાલિક બચાવ, ટૂંકા ગાળાનું અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ ( સલાહ) મહિલાલક્ષી માળખાઓ અને યોજનાઓની માહિતી
|
મંજૂરીની પ્રક્રિયાઃ
|
આ સેવા ટોલ ફ્રી હોવાથી કોઈ પણ યુવતી કે મહિલાને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
|
અમલીકરણ કરતી કચેરી / સંપર્ક અધિકારીઃ
|
નિયામકશ્રી, મહિલા કલ્યાણ , કમિશનર, મહિલા અને બાળ વિકાસની કચેરી, બ્લોક નં.૨૦, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
કોઇપણ જિલ્લા કે તાલુકામાંથી આ યોજનાનો લાભ લેવા અભયમ્ મહિલા હેલ્પલાઈનના નિશુલ્ક (ટોલ ફ્રી) નં. ૧૮૧ ઉપર સંપર્ક કરી તમામ માહિતી અને સેવા મેળવી શકાય છે.
|
અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા / પ્રમાણપત્ર
|
આ સેવાનો લાભ લેવા માટે કોઈ પુરાવા રજૂ કરવાની જરૂર નથી
|
|
આ યોજના સમગ્ર રાજ્યમાં અમલી છે, મહિલાઓને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બચાવવા કુલ ૪૭ રેસ્કયુ વાન કાર્યરત છે.
|