|
ગંગા સ્વરૂપા બહેનોના પુનઃવસવાટ માટે આર્થિક સહાય
|
યોજનાનો ઉદ્દેશ / હેતુઃ
|
ગંગા સ્વરૂપા બહેનોના પુનઃવસવાટ માટે આર્થિક સહાય
|
આવક મર્યાદા
|
ગ્રામીણ વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦ અને
શહેર વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦
|
લાભાર્થીનો પ્રકાર
|
૧૮ થી ૫૦ વર્ષની વય જૂથ ધરાવતી વિધવા મહિલા
|
પાત્રતાના ધોરણોઃ
|
વિધવા બહેનો આર્થિક રીતે સ્વાવલંબી બને તે માટે ૧૮ થી ૫૦ વર્ષની વય જૂથ ધરાવતી વિધવાઓને સહાય સાથે વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવે છે.
|
યોજના હેઠળ મળતી સહાયઃ
|
લાભાર્થીને નજીકના કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં જે ટ્રેડની તાલીમ લેવા માગતા હોય તેની તાલીમ આપવામાં આવે છે અને તેને લગતા સાધનો કિટ સ્વરૂપે આપવામાં આવે છે.
|
મંજૂરીની પ્રક્રિયાઃ
|
સહાય મેળવતા લાભાર્થીઓ પૈકી ૧૮ થી ૫૦ વય જુથની મહિલાઓને મહિલા બાળ અધિકારીશ્રી દ્વારા નજીકના કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં વર્ગનું આયોજન કરી લાભાર્થી જે કોર્સની તાલીમ લેવા માગતા હોય તેની તાલીમ આપવામાં આવે છે.
|
અમલીકરણ કરતી કચેરી / સંપર્ક અધિકારીઃ
|
- નિયામકશ્રી, મહિલા કલ્યાણ , કમિશનર, મહિલા અને બાળ વિકાસની કચેરી બ્લોક નં.૨૦, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
- જિલ્લા સ્તરે ઃ મહિલા બાળ અધિકારીની કચેરી
|
અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા / પ્રમાણપત્ર
|
ઉંમરનો દાખલો, વિધવા હોવાનો દાખલો, આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ અને વિધવા સહાય મેળવતા હોય તે પાસબુકની નકલ
|