Mahila Swavlamban Scheme

banner

Mahila Swavlamban Scheme

Published : 31 Jan 2023

 

મહિલા સ્વાવલંબન યોજના

 

યોજનાનો ઉદ્દેશ / હેતુઃ

ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની મહિલાઓને આર્થિક પ્રવૃત્તિ હાથ ધરવા આર્થિક સહાય પૂરી પાડવી

 

આવક મર્યાદા

ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓના આર્થિક વિકાસ માટે સહાય કરવામાં આવે છે

 

લાભાર્થીનો પ્રકાર

ગ્રામ તેમજ શહેરી વિસ્તારની મહિલાઓ

 

પાત્રતાના ધોરણોઃ

• ગ્રામ્ય કક્ષાએ રૂ.૧.૨૦ હજાર તથા શહેરી વિસ્તારમાં રૂ.૧.૫૦ હજારની વાર્ષિક આવક

• મહિલાઓને આર્થિક પ્રવૃત્તિ માટે રૂ.૨ લાખની મર્યાદામાં લોન આપવા માટે બેંકોને ભલામણ કરવામાં આવે છે.

યોજના હેઠળ મળતી સહાયઃ

આ યોજના અંતર્ગત લાભાર્થી મહિલાને સબસિડી આપવામાં આવે છે, જેમાં ધંધાક્ષેત્ર માટે ૧૫ ટકા અથવા ૩૦,૦૦૦ બેમાંથી જે ઓછું હશે તેની ચૂકવણી.

 

મંજૂરીની પ્રક્રિયાઃ

• લાભાર્થીએ સંપૂર્ણ વિગતો અને પુરાવા સાથે નિયત ફોર્મ ભરી મહિલા આર્થિક વિકાસ નિગમને રજૂ કરવાનું રહેશે.

• મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા અરજીની ચકાસણી કરી બેન્કેબલ લોન મંજૂર કરવામાં આવે છે.

 

અમલીકરણ કરતી કચેરી / સંપર્ક અધિકારીઃ

જનરલ મેનેજરશ્રી, ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ બ્લોક નં.૮, ૯મો માળ, ઉદ્યોગ ભવન, સેકટર-૧૧, ગાંધીનગર.

 

અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા / પ્રમાણપત્ર

ઉંમરનો પુરાવો, આધાર કાર્ડ, કોટેશન, અનુભવનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, રેશનકાર્ડની નકલ