|
મહિલા વિકાસ એવોર્ડ
|
યોજનાનો ઉદ્દેશ / હેતુઃ
|
મહિલાઓના વિકાસ ક્ષેત્રે કાર્યરત સંસ્થા કે મહિલા કાર્યકરને સન્માનિત કરવા
|
આવક મર્યાદા
|
કોઈ આવક મર્યાદા લાગુ પડતી નથી
|
લાભાર્થીનો પ્રકાર
|
- મહિલા વિકાસ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરતી સ્વૈચ્છિક સંસ્થા
- મહિલા કલ્યાણ ક્ષેત્રે કાર્ય કરતી શ્રેષ્ઠ મહિલા કાર્યકર
|
પાત્રતાના ધોરણોઃ
|
મહિલા વિકાસ અને કલ્યાણ ક્ષેત્રે રાજ્યમાં કામગીરી કરતી સ્વૈચ્છિક સંસ્થા કે મહિલા કાર્યકર
- ઓછામાં ઓછા ૫ વર્ષથી ગુજરાત રાજ્યમાં મહિલા ક્લ્યાણ ક્ષેત્રે, મહિલા સશક્તિકરણ / આર્થિક સશક્તિકરણને લગતી પ્રવૃતિ કરતા હોવા જોઈએ
- કોઈ પણ સરકારી અથવા તો અર્ધ સરકારી અને ૧૦૦ ટકા સરકારી અનુદાનથી ચાલતી સંસ્થા આ પુરસ્કાર માટે અરજી કરી શકશે નહી.
- આ પુરસ્કાર સ્વૈચ્છિક સંસ્થા અને મહિલા કાર્યકરને એક જ વખત મળવાપાત્ર છે.
|
યોજના હેઠળ મળતી સહાયઃ
|
- દર વર્ષે કોઈપણ એક વ્યક્તિને વ્યક્તિગર્ત તથા કોઇપણ એક સ્વૈચ્છિક સંસ્થાને રૂ.૧ લાખનો પુરસ્કાર ચેક અને એવોર્ડ
|
મંજૂરીની પ્રક્રિયાઃ
|
નોમિનેશન દ્વારા
|
અમલીકરણ કરતી કચેરી / સંપર્ક અધિકારીઃ
|
નિયામકશ્રી, મહિલા કલ્યાણ , કમિશનર, મહિલા અને બાળ વિકાસની કચેરી
|
અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા / પ્રમાણપત્ર
|
વિભાગ દ્વારા નિયત કરેલા ધારા ધોરણ પ્રમાણેના
|