Vahali Dikari Scheme

banner

Vahali Dikari Scheme

Published : 31 Jan 2023

                      યોજનાનું નામ           વ્હાલી દીકરી યોજના

યોજનાનો ઉદ્દેશ / હેતુ

દીકરીઓના જન્મદરમાં વધારો કરવા, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા તેમજ બાળલગ્ન પ્રથા અટકાવવાના ઉદ્દેશ્યથી આ યોજના અમલી બનાવવામાં આવેલ છે

આવક મર્યાદા

દંપતીની (પતિ-પત્નિની સંયુક્ત) વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે રૂ.૨.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ

પાત્રતાના ધોરણો 

તા.૦૨/૦૮/૨૦૧૯ (તા.૦૧/૦૮/૨૦૧૯ મધ્યરાત્રી ૧૨:૦૦ કલાક પછી) કે ત્યારબાદ જન્મેલ દીકરીને લાભ મળવાપાત્ર રહેશે.

દીકરીના જન્મ સમયે માતાની ઉંમર ૧૮ વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ.

દંપતિની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે

યોજના અંતર્ગત મળતી સહાય 

પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦ની સહાય

નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૬૦૦૦ની સહાય.

૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે રૂ.૧.૦૦ લાખની સહાય.

અરજીની પ્રક્રિયા

-

અમલીકરણ કરતી કચેરી/ સંપર્ક અધિકારી 

નિયામકશ્રી, મહિલા કલ્યાણ , કમિશનર, મહિલા અને બાળ વિકાસની કચેરી

અરજી સમયે રજૂ કરવાના થતાં પુરાવા

વિભાગ દ્વારા નિયત કરેલા ધારા ધોરણ પ્રમાણેના