|
ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સહાય યોજના
|
યોજનાનો ઉદ્દેશ / હેતુઃ
|
વિધવાઓનું આર્થિક સ્વાવલંબન
|
આવક મર્યાદા
|
ગ્રામીણ વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦ અને
શહેર વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦
|
લાભાર્થીનો પ્રકાર
|
વિધવા મહિલા
|
પાત્રતાના ધોરણોઃ
|
આ યોજના હેઠળ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરની વિધવા મહિલા
|
યોજના હેઠળ મળતી સહાયઃ
|
માસિક રૂ. ૧૨૫૦ લાભાર્થીના પોસ્ટ ખાતામાં સીધી જમા થાય છે.
|
મંજૂરીની પ્રક્રિયાઃ
|
ફોર્મમાં જણાવેલ પુરાવા અને વિગત સાથેનું ફોર્મ ભરી તાલુકા મામલતદારને રજુ કરવાનું હોય છે. મામલતદારશ્રી દ્વારા ચકાસણી કરી સહાય મંજુર કરવામાં આવે છે.
|
અમલીકરણ કરતી કચેરી / સંપર્ક અધિકારીઃ
|
નિયામકશ્રી, મહિલા કલ્યાણ , કમિશનર, મહિલા અને બાળ વિકાસની કચેરી બ્લોક નં.૨૦, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર.
જિલ્લા સ્તરે ઃ મામલતદારશ્રી, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીની કચેરી
|
અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા / પ્રમાણપત્ર
|
વિધવા બહેનનો ફોટો, રેશન કાર્ડની નકલ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, પતિના મૃત્યુનો દાખલો, ચૂંટણી કાર્ડ/આધાર કાર્ડ, લાઈટ બીલ, જન્મ પ્રમાણપત્ર, વિધવા હોવા અંગેનો દાખલો
|