👈 Home
મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ કોઇપણ મહિલાને ૨૪ કલાક તાત્કાલિક મદદ આપતી હેલ્પલાઈન છે.
મુશ્કેલીના સંજોગોમાં મુકાયેલી કોઈ પણ મહિલા ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પલાઈનનો ઉપયોગ કરી શકે છે.
’અભયમ’ રેસ્કયુવાન દ્વારા કટોકટીના સમયે અથવા મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક બચાવની સેવા આપવામાં આવે છે.
મહિલા કાઉન્સિલર, મહિલા પોલિસ કોન્સ્ટેબલ અને પાયલોટ રેસ્ક્યુવાનમાં હોય છે.
આવી સ્થિતિમાં જરૂર જણાયે રેસ્કયુવાન મહિલાની મદદ માટે નિયત સ્થળે પહોચી ને તેણીને તાત્કાલિક સુરક્ષિત સ્થળે પહોંચાડે છે તેમજ મહિલાની ઈચ્છા અનુસાર આગળની કાર્યવાહી કરે છે.
હા, આવી મહિલા કે યુવતીને અભયમ રેસ્ક્યુવાન તેણીનું રેક્સ્યું કરી સલામત સ્થળે મોકલી આપે છે.
૧૮૧ અભયમ રેસ્કયુવાન દ્વારા વ્યથિત મહિલાને તેની સમસ્યાને અનુલક્ષી નજીકના પોલીસ સ્ટેશન, સખી વન સ્ટોપ સેન્ટર (O.S.C), હોસ્પિટલ, નારીગૃહ, વૃદ્ધાશ્રમ, કાઉન્સિલિંગ સેન્ટર, નારી અદાલત જેવી સંસ્થાઓ સુધી સુરક્ષિત રીતે પહોચાડવામાં આવે છે.
• મહિલા સાથે થતી હિંસા (શારીરિક, માનસિક, જાતીય ,આર્થિક તેમજ કાર્યના સ્થળે જાતીય સતામણી)
• લગ્નજીવન તેમજ અન્ય સંબધના વિખવાદો, જાતીય સતામણી, છેડતી અને બાળ જન્મને લગતી બાબતો
• કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી
• સાયબર ગુનાઓ (ટેલીફોનીફ ટોકીગ, ચેટીંગ ,એમએમએસ ,ઈન્ટરનેટ)
• સરકારી કાર્યક્રમ, યોજનાઓ, સેવાઓ અને સહાયક માળખાઓની માહિતી
ના, આ હેલ્પલાઈન દ્વારા મદદ અને સુરક્ષાની સાથે સાથે સરકારની વિવિધ યોજનાઓ, લાભો, સંપર્કની વિગતો તેમજ સહાયક માળખાઓ સાથે સંકલનની કામગીરી પણ કરવામાં આવે છે.
૧૮૧ અભયમ રેસ્કયુવાન દ્વારા વ્યથિત મહિલાને તેની સમસ્યાને અનુલક્ષી નજીકના પોલીસ સ્ટેશન, સખી વન સ્ટોપ સેન્ટર (O.S.C), હોસ્પિટલ, નારીગૃહ, વૃદ્ધાશ્રમ, કાઉન્સિલિંગ સેન્ટર, નારી અદાલત જેવી સંસ્થાઓ સુધી સુરક્ષિત રીતે પહોચાડવામાં આવે છે.
• મહિલા સાથે થતી હિંસા (શારીરિક, માનસિક, જાતીય ,આર્થિક તેમજ કાર્યના સ્થળે જાતીય સતામણી)
• લગ્નજીવન તેમજ અન્ય સંબધના વિખવાદો, જાતીય સતામણી, છેડતી અને બાળ જન્મને લગતી બાબતો
• કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી
• સાયબર ગુનાઓ (ટેલીફોનીફ ટોકીગ, ચેટીંગ ,એમએમએસ ,ઈન્ટરનેટ)
• સરકારી કાર્યક્રમ, યોજનાઓ, સેવાઓ અને સહાયક માળખાઓની માહિતી
ના, આ હેલ્પલાઈન દ્વારા મદદ અને સુરક્ષાની સાથે સાથે સરકારની વિવિધ યોજનાઓ, લાભો, સંપર્કની વિગતો તેમજ સહાયક માળખાઓ સાથે સંકલનની કામગીરી પણ કરવામાં આવે છે.
હા, મુશ્કેલીમાં મુકાયેલ મહિલાને મદદરૂપ બનવાર કોઇપણ વ્યક્તિ (પુરુષ હોય કે મહિલા) આ સેવાનો ઉપયોગ કરી શકે છે અને તેની કોઈ જવાબદારી રહેતી નથી.
હા, આ હેલ્પલાઈન ઉપર સંપર્ક કરનાર તમામ વ્યકિતની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે
હા, છેડતી થતી હોય ત્યારે ૧૮૧ ‘અભયમ’ હેલ્પલાઈન પર ફોન કરવાથી જરૂર જણાય રેસ્કયુવાન યુવતીની મદદે પહોચી જાય છે.
હા, મુશ્કેલીમાં મુકાયેલ મહિલાને મદદરૂપ બનવાર કોઇપણ વ્યક્તિ (પુરુષ હોય કે મહિલા) આ સેવાનો ઉપયોગ કરી શકે છે અને તેની કોઈ જવાબદારી રહેતી નથી.
હા, આ હેલ્પલાઈન ઉપર સંપર્ક કરનાર તમામ વ્યકિતની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે
હા, છેડતી થતી હોય ત્યારે ૧૮૧ ‘અભયમ’ હેલ્પલાઈન પર ફોન કરવાથી જરૂર જણાય રેસ્કયુવાન યુવતીની મદદે પહોચી જાય છે.
હા, આ પરિસ્થિતિમાં હેલ્પલાઈન અંતર્ગત કાર્યરત “પોલીસ એક્શન ડેસ્ક” દ્વારા આવા વ્યક્તિની ઓળખ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે.
હા, વ્યક્તિની સમસ્યાની ગંભીરતા અનુસાર ટેલીફોનીક કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે.
હા, ’’૧૮૧ અભયમ” મહિલા હેલ્પલાઈનની એપ્લીકેશન પ્લે સ્ટોરમાંથી એન્ડ્રોઈડ મોબાઈલમાં ડાઉનલોડ કરી આ યોજનાનો નિરંતર લાભ લઇ શકાય છે.
• ૧૮૧ ‘અભયમ’ એપ્લીકેશન Android/IOS મોબાઈલમાં ઈન્સટોલ થઈ શકે છે.
• એપ્લીકેશનમાં “પેનિક બટન” છે જેના દ્વારા મહિલા સમસ્યામાં છે તેની જાણ એપ્લીકેશનમાં નોધાયેલ પાંચ વ્યક્તિને મેસેજ દ્વારા થાય છે
• આ એપ્લીકેશન દ્વારા મહિલા પેનિક બટન દબાવે અથવા મોબાઈલ શેક (હલાવે) કરે ત્યારે ત્વરિત
• આ એપ્લીકેશન દ્વારા હેરાનગતિ કરનાર વ્યકિતનો ત્વરિત ફોટો લઈ શકાય છે, જે સીધો મુખ્ય સેન્ટર પર પહોચી જાય છે જેથી હેરાનગતિ કરનારની ઓળખ થઈ જાય છે અને તેના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય છે.
• એપ્લીકેશનની સમસ્યા ગ્રસ્ત વ્યક્તિના લોકેશન (ભૌગલીક સ્થળ) નો ખ્યાલ આવી જાય છે અને તાત્કાલિક નજીકની રેસ્ક્યુ વાન મહિલા કે યુવતીની મદદ માટે પહોંચી જાય છે.
આવા કિસ્સામાં આ હેલ્પલાઈન તે મહિલા કે યુવતી સાથે વાતચીત કરીને પ્રથમ તેઓની તકલીફ અંગે સમજ મેળવે છે ત્યારબાદ તેમને આ અંગેના કાયદો, તેની જોગવાઈઓ અને અન્ય વિકલ્પો વિશે જણાવે છે.
હા, રાજ્યની અન્ય હેલ્પલાઈન જેવી કે ૧૦૮/૧૦૪/૧૦૦/૧૦૯૮/૧૫૫ વગેરે સાથે જરૂરિયાત મુજબ સંપર્ક કરી શકાય તે રીતે જોડાણ કરેલ છે.
આ યોજના દ્વારા મહિલા ઉદ્યમીઓને તેમની સ્વઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે સીધી બજારની સુવિધા આપવામાં આવે છે.
વ્યક્તિગત મહિલા કારીગરની ઓળખકાર્ડની નકલ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી.નું કાર્ડ, ઈન્ડેક્ષ્-સીનું કાર્ડ, ડેવલપમેન્ટ કમિશ્નર હેન્ડીક્રાફ્ટનું કાર્ડ, ડેવલપમેન્ટ કમિશ્નર હેન્ડલુમનું કાર્ડ, હાથશાળ અને હસ્તકલા નિગમનું કાર્ડ, ખાદી ગ્રામોદ્યોગ બોર્ડનું કાર્ડ, માટીકામ, કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાનું કાર્ડ આ ઉપરાંત સરકારના કોઈપણ વિભાગ સંસ્થા કે કચેરી દ્વારા આપવામાં આવેલ મહિલા કારીગર કે આર્ટીઝન તરીકેનું કાર્ડ કે પ્રમાણપત્ર ધરાવતા હોય તેવા મહિલા ઉદ્યમીઓને લાભ મળી શકે.
ના, યોજનામાં અરજી કરવા કોઈ ફી નથી પરંતુ મેળામાં ભાગ લેવા માટે નિયત થયેલ હસ્તકલા કારીગરો પાસેથી ઓનલાઈન પોર્ટલ પર અરજી કરતા સમયે સ્ટોલ ફી પેટે પ્રતિ દિન-રૂ.૨૦૦/- લેવામાં આવે છે.
આ યોજનાનો લાભ લેવા માટે મહિલા આર્થિક વિકાસ નિગમના ઓનલાઈન પોર્ટલની લીંક http:mela.gwedc.gov.inપર જઈ અરજી કરવાની રહે છે. કોઈનો સંપર્ક કરવાની જરૂર નથી
o વ્યક્તિગત મહિલા કારીગરની ઓળખકાર્ડની નકલ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી.નું કાર્ડ, ઈન્ડેક્ષ્-સીનું કાર્ડ, ડેવલપમેન્ટ કમિશ્નર હેન્ડીક્રાફ્ટનું કાર્ડ, ડેવલપમેન્ટ કમિશ્નર હેન્ડલુમનું કાર્ડ, હાથશાળ અને હસ્તકલા નિગમનું કાર્ડ, ખાદી ગ્રામોદ્યોગ બોર્ડનું કાર્ડ, માટીકામ, કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાનું કાર્ડ આ ઉપરાંત સરકારના કોઈપણ વિભાગ સંસ્થા કે કચેરી દ્વારા આપવામાં આવેલ મહિલા કારીગર કે આર્ટીઝન તરીકેનું કાર્ડ કે પ્રમાણપત્ર ધરાવતા હોય તેવા કોઈપણ એક.
o આધાર કાર્ડ
o ફોટો
o રેશનકાર્ડ
જુદી જુદી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી મહિલા ઉત્પાદિત ચીજવસ્તુઓ ઉપાર્જન કરતી તમામ વસ્તુઓનું આર્થિક ઉપાર્જન લઈ શકે છે
નિગમ દ્વારા યોજના અંતર્ગત વિવિધ સ્થળે મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં મહિલા ઉદ્યમીઓને તેમની સ્વઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે સીધી બજારની સુવિધા આપવાની કામગીરી કરવામાં આવે છે.
આ યોજનાનો મુખ્ય હેતુ દીકરીના જન્મને વધાવવા, દીકરીઓના શિક્ષણને મહત્વ અપાવવા, બાળ લગ્ન અટકાવવા તેમજ સમાજમાં દીકરી અને સ્ત્રીના સ્થાનને વધુ મજબુત બનાવવાનો છે.
તા.૨/૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓના કુટુંબીજનો દ્વારા દીકરી જન્મના એક વર્ષની સમય મર્યાદામાં નિયત નમુનામાં આધાર પુરાવા સહિત અરજી કરવાની રહેશે.
• તા.૨/૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓ.
• પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને મળવાપાત્ર રહેશે.
• અપવાદરૂપ કિસ્સામાં બીજી / ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતિની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધારે થતી હોય તો પણ તમામ દીકરીઓને આ લાભ મળવાપાત્ર થશે.
• બાળલગ્ન પ્રતિબંધક અધિનયમ -૨૦૦૬ ની જોગવાઈઓં મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતિની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
• આ યોજના અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપતિની સંયુક્ત વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે રૂ.૨,૦૦,૦૦૦/- કે તેથી ઓછી હોવી જોઈએ. આવકમર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત આગળના ૩૧ માર્ચના રોજ પૂર્ણ થતા વર્ષના સંદર્ભમાં લક્ષ્યમાં લેવામાં આવે છે .
દંપતિની પ્રથમ ત્રણ જીવિત સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
વહાલી દીકરી યોજનામાં નીચે મુજબ લાભ મળે છે .
• પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪,૦૦૦/- મળવાપાત્ર થશે.,
• નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૬,૦૦૦/-ની સહાય મળવાપાત્ર થશે.
• ૧૮ વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ ૧,૦૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર થશે, પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઇએ.
આ યોજનાનો લાભ લેવા માટે આંગણવાડી કેન્દ્ર, તાલુકા કક્ષાએ સી.ડી.પી.ઓ. કચેરી, ગ્રામ પંચાયત કે મહિલા અને બાળ અધિકારીની કચેરી ( જીલ્લા કક્ષાએ ) એથી નિયત અરજીપત્રક વિનામુલ્યે ઉપલબ્ધ છે.
તા.૨/૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓના કુટુંબીજનો દ્વારા દીકરી જન્મના એક વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહે છે.
આ યોજના માટે નીચેના દસ્તાવેજોની જરૂર પડે છે
૧.દીકરીના જન્મનું પ્રમાણપત્ર
૨.માતા પિતાનું આધારકાર્ડ
૩. માતા પિતાના જન્મનું પ્રમાણપત્ર
૪.માતા પિતાની કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર(મામલતદાર /તાલુકા વિકાસ અધિકારી /ચીફ ઓફીસર દ્વારા આપવામાં આવે છે )
૫. દંપતિના તમામ હયાત બાળકોના જન્મના દાખલા
૬. નિયત નમુનામાં સ્વઘોષણા (Self-Declaration)
અરજીપત્રકની મંજુરી જીલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા આપવામાં આવે છે
આ યોજનાનું અરજીપત્રક આંગણવાડી કેન્દ્ર, તાલુકા કક્ષાએ સી.ડી.પી.ઓ. કચેરી કે જન સેવા કેન્દ્ર ખાતે જમા કરવાનું રહે છે.
હા, આ યોજનાનું અરજીપત્રક ઓનલાઈન પણ ભરી શકાય છે.
જીલ્લાના મહિલા અને બાળ અધિકારી દ્વારા અરજીપત્રક નિયમોનુસાર ચકાસવામાં આવે છે અને દિન ૪૫ માં અરજદારને તેમની અરજી મંજુર કે નામંજૂર છે તે ઓનલાઈન જણાવવામાં આવે છે.
ના, સરકાર બાળ લગ્ન ને પ્રોત્સાહન આપતી ના હોઈ બાળલગ્ન કરેલ માતાપિતાને આ યોજનાનો લાભ મળી શકતો નથી.
ના, લાભ ઘરના કે અન્ય કોઈને મળી શકતો નથી કેમ કે આ યોજનાના લાભાર્થી તરીકે દીકરી પોતે છે.
હા, પરપ્રાંતીય કુટુંબ વીસ વર્ષ કે તેથી વધુ સમયથી ગુજરાતમાં વસવાટ કરતા હોય અને દીકરીનો જન્મ ગુજરાતમાંજ થયેલ હોય તો જ લાભ લઇ શકે છે.
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોમાં હિંસાથી અસરગ્રસ્ત મહિલાઓને એક જ સ્થળેથી તાત્કાલિક આશ્રય તથા સંકલિત સેવાઓ પૂરી પાડવા માટે વર્ષ ૨૦૧૭ થી સખી વન સ્ટોપ સેન્ટર (OSC) યોજના શરુ કરવામાં આવી છે .
સખી વન સ્ટોપ સેન્ટર યોજના ગુજરાત રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓ ખાતે હાલમાં ૩૫ કેન્દ્રો કાર્યવિન્ત છે.
સખી વન સ્ટોપ સેન્ટર જિલ્લામાં મુખ્યત્વે જિલ્લાની સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે અથવા સિવિલ હોસ્પીટલની આશરે ૨ કી.મી ની આસપાસ અથવા સરકારી સસ્થાનો ખાતે આવેલ છે. કેન્દ્ર હિંસાગ્રસ્ત મહિલાને સરળતાથી મળી જાય તેવી હોવી જરૂરી છે. આ જો શક્ય ન બને તો સરકારી હોસ્પિટલથી ૨ કિમીના અંતરમાં હાલમાં ઉપલબ્ધ હોય તેવી સરકારી/અર્ધ સરકારી સંસ્થાઓ, મહિલા સંસ્થાઓ, સ્વધાર ગૃહો, વર્કિંગ વિમેન હોસ્ટેલ વગેરે જ્યાં જગ્યા ઉપલબ્ધ હોય તો તેનો પણ ઉપયોગ કેન્દ્રો શરૂ કરવા માટે કરી શકાય છે.
સખી વન સ્ટોપ સેન્ટરની સેવા ૨૪*૭ કાર્યરત રહે છે.
સખી વન સ્ટોપ સેન્ટર બે રીતે કાર્યરત છે . (૧) સરકાર દ્વારા સીધા (૨) સ્વૈચ્છિક સંસ્થા દ્વારા
સખી વન સ્ટોપ સેન્ટરની સેવા ૨૪*૭ કાર્યરત રહે છે.
સખી વન સ્ટોપ સેન્ટર બે રીતે કાર્યરત છે . (૧) સરકાર દ્વારા સીધા (૨) સ્વૈચ્છિક સંસ્થા દ્વારા
સખી વન સ્ટોપ સેન્ટર યોજનાના જિલ્લામાં નોડલ અધિકારી તરીકે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી છે .મહિલા અને બાળ અધિકારીની બેઠક જિલ્લાકક્ષાએ છે.
સખી વન સ્ટોપ સેન્ટરમાં હિંસાથી અસરગ્રસ્ત કોઇપણ મહિલા ,યુવતી- કિશોરીઓ યોજના અન્વયે લાભ મેળવી શકે છે
સખી વન સ્ટોપ સેન્ટરમાં ઘરેલું હિંસા ,બળાત્કાર ,એસિડ એટેક, માનવ તસ્કરી ટ્રાફિકિંગ ,માનસિક અસ્વસ્થ પ્રકારની બિમારીવાળા ,ઘરથી વિખૂટી પડેલ મહિલા, અપહરણ ,સાયબર ક્રાઈમ ,દહેજ, લગ્ન બહારના સંબધો વગેરે પ્રકારની હિંસા થી પીડીત મહિલાઓ અને કિશોરીઓ આવે છે.
ના , સખી વન સ્ટોપ સેન્ટરમાં આવનાર યુવતિ કે મહિલાને કોઈ રજીસ્ટ્રેશન ફી આપવાની હોતી નથી.
સખી વન સ્ટોપ સેન્ટરમાં આવનાર હિંસા ગ્રસ્ત મહિલાની તમામ પ્રાથમિક માહિતી આવતું ફોર્મ ભરવામાં આવે છે.
ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ હંગામી ધોરણે તાત્કાલિક આશ્રય ,તબીબી સહાય,પોલીસ સહાય ,કાયદાકીય સહાય તથા પરામર્શની સેવાઓ વિના મુલ્યે આપવામાં આવે છે.
હિંસાથી અસરગ્રસ્ત મહિલાઓ માટે વન સ્ટોપ સેન્ટર દ્વારા ,રેસ્ક્યુ અને રેફરલ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. મહિલાઓની જરૂરિયાત મુજબ જુદા જુદા વિભાગો જેવાકે આરોગ્ય વિભાગ, ગૃહ વિભાગ તથા અન્ય વિભાગો સાથે સંકલનમાં રહી કામગીરી કરવામાં આવે છે જેથી હિંસાથી અસરગ્રસ્ત મહિલાને જે તે સ્થળેથી તાત્કાલિક બચાવી નજીકની તબીબી સુવિધા (જાહેર /ખાનગી ) અથવા આશ્રય તથા મહિલા ઈચ્છે તે સુરક્ષિત સ્થળ પર મુકવામાં આવે છે.
હિંસાથી અસરગ્રસ્ત મહિલાઓને તબીબી સહાય /પરીક્ષણ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવે છે.
સખી વન સ્ટોપ સેન્ટરમાં મહિલા મહત્તમ ૫ દિવસ આશ્રય લઈ શકે છે ,જો લાંબાગાળાના આશ્રયની જરૂરિયાત જણાય તો શક્તિ સદન /નારીગૃહ-કેન્દ્રમાં (સરકારી /એન જી.ઓ સાથે સંકળાયેલ ) સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા રીફર કરવામાં આવે છે.
મહિલાની તમામ પ્રાથમિક જરૂરિયાતો જેવી કે સાબુ ,કાંસકો ,શેમ્પુ ,સેનેટરી પેડ ,ટુથ બ્રશ ,ટુથ પેસ્ટ ,ડાઈપર ( જો નાનું બાળક હોય તો ) કપડાં , આશ્રય મેળવેલ હોય તો જમવાની વગેરે જેવી તમામ સેવાઓ સખી વન સ્ટોપ સેન્ટર ખાતેથી પૂરી પાડવામાં આવે છે.
ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ સખી વન સ્ટોપ સેન્ટરમાં મહિલાની સાથે દીકરીની (ઉમર) બાધ નથી પરતું દિકરાની ઉમર ૧૨ વર્ષની હોય તો તેને સાથે રાખી શકાય છે. ૧૨ વર્ષથી મોટી ઉમરના દિકરાને બાળગૃહ સાથે સંકલન કરી ત્યાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
બળાત્કારના ભોગ બનેલ મહિલાને ગૃહ વિભાગ સાથે સંકલન કરી વિકટીમ કમ્પનસેશન સ્કીમ સાથે જોડાણ કરાવીને બળાત્કારના ભોગ બનેલ મહિલા કે યુવતિ મદદ પૂરી પાડવામાં આવે છે.
હા ,સખી વન સ્ટોપ સેન્ટરમાં બળાત્કારનો ભોગ બનેલ મહિલા કે યુવતિ જો ફક્ત કાઉન્સેલીગ ની સેવા જોઈતી હોય તો આપવામાં આવે છે.
સખી વન સ્ટોપ સેન્ટરમાં આવેલ હિંસા અસરગ્રસ્ત મહિલાઓને જો વકીલની સહાયની જરૂર હોય તો મફત જિલ્લા કાનૂની સહાય કેન્દ્ર સાથે તેનું સંકલન કરી આપવામાં આવે છે.
ઝડપી અને ગુંચવણભરી પોલીસ અને અદાલતની કાર્યવાહીની સુવિધા માટે વન સ્ટોપ સેન્ટર ખાતે વિડીયો કોન્ફરન્સિંગની સુવિધા પૂરી પાડવામાં આવે છે.જો, હિંસા અસરગ્રસ્ત મહિલા ઈચ્છે તો તે ઓડીયો વિડીયો ઈલેકટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને પોલીસ /અદાલત માટે પોતાના નિવેદન રેકોર્ડ કરી શકાય છે આ સુવિધા માત્ર સંબધિત જિલ્લાના પોલીસ અધિક્ષક અને જિલ્લા ન્યાયાધીશ વચ્ચે પરામર્શ બાદ જ પૂરી પાડવામાં આવે છે.
સખી વન સ્ટોપ સેન્ટરમાં આવનાર યુવતિ કે મહિલા ઈચ્છતિ હોય તો તેની મંજુરીથી મુલાકાતીને મુલાકાત કરવામાં આવે છે.
સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રિત મહિલા અને સેન્ટરની સુરક્ષા માટે નીચેની સુવિધાઓં છે
• સીસીટીવી કેમેરા
• ચોકીદાર ( ૨૪*૭ )
• નિયમિત જિલ્લાકક્ષાની ટાસ્કફોર્સ સમિતિ દ્વારા સતત મુલ્યાંકન.
• માર્ગદર્શિકા મુજબ તમામ કર્મચારીનું પોલીસ વેરીફીકેશન કરવામાં આવેલ છે.
સંમતિપત્રકમાં સંમતિ આપ્યાબાદ સખી વન સ્ટોપ સેન્ટરમાં આવનાર યુવતિ/મહિલાને પોતાના કુટુબીજનોને સુરક્ષિત સોપવામાં આવે છે .જો , યુવતિ/મહિલા ઈચ્છતિ ન હોય તો સંમતિપત્રક ફરજીયાત નથી.
• સખી વન સ્ટોપ સેન્ટરની સમીક્ષા માટે યોજનાકીય નોડલ અધિકારી દ્વારા સમયાંતરે મુલાકાત તથા કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે.
• જિલ્લા કલેકટરશ્રી તેમજ અન્ય અધિકારીશ્રીઓ દ્વારા સમયાંતરે મુલાકાત કરવામાં આવે છે.
ભારત સરકાર દ્વારા નિયત થયેલ માર્ગદર્શિકા મુજબ એક જ જિલ્લામાં બે સખી વન સ્ટોપ સેન્ટર જો મંજુર થયેલ હોય તો બાને કેન્દ્રો વચ્ચે ૪૦ કિમી નું અંતર હોવું જરૂરી છે. (મેટ્રો સિટીમાં અથવા મોટા ભૌગોલિક વિસ્તારમાં આ જોગવાઈમાં PABની મંજુરીથી ફેરફાર થઇ શકશે.)
આ યોજના સમ્રગ ગુજરાતમાં કાર્યવિન્ત છે
• ગંગા સ્વરૂપા મહિલા પરત્વે સામાજિક અને માનસિકતામાં બદલાવ લાવવો
• લગ્ન કરવા ઈચ્છતી ગંગા સ્વરૂપા બહેનોને સમાજના સાંપ્રત પ્રવાહોમાં પુન:સ્થાપિત કરવી
હા, આ યોજના માટે અરજીપત્રક આવે છે તે ભરવું પડે છે.
આ અરજીપત્રક વિના મુલ્યે મળે છે.
“ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના” માટે ના અરજી પત્રકો મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબ સાઇટ https://wcd.gujarat.gov.in/ પરથી મેળવી લેવાના રહેશે.
• ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મેળવનાર ૧૮ થી ૫૦ વર્ષની ઉંમરની પુન:લગ્ન કરનાર મહિલા આ યોજનાનો લાભ લઇ શકશે.
• જેની સાથે પુન:લગ્ન થાય તેની પત્ની હયાત ન હોવી જોઈએ
આ યોજનના લાભ લેનારને પુન:લગ્ન થયાને નિયત સમય ૬ માસની અંદર નીચે મુજબના દસ્તાવેજો આપવાના રહે છે.
o ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંગેનો મંજુરી આદેશ
o પુન:લગ્ન ની નોંધણી અંગેનું પ્રમાણપત્ર
o જે વ્યક્તિ સાથે પુન:લગ્ન થયેલ છે તેના સરનામા અંગેનો પુરાવો
o પુન:લગ્ન પરત્વે દંપતિના સંયુકત પાસપોર્ટ સાઈઝનાં ફોટા
o લાભાર્થી જે બચત ખાતામાં સહાય લેવા માંગતા હોય તે ખાતા પાસબુકની પ્રથમ પાનાની સ્વપ્રમાણિતનકલ
ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના અંતર્ગત નીચે મુજબના લાભાર્થીને લાભ મળે છે.
• જીલ્લાક્ષાએ DTBમારફતે રૂ.૨૫૦૦૦ /- જમા કરવામાં આવે છે.
• તેમજ રૂ.૨૫૦૦૦ ની રકમના રાષ્ટ્રીય બચત પત્રો આપવામાંઆવે છે.
આમ કુલ રૂ.૫૦૦૦૦/- (પચાસ હાજર પુરા ) લાભાર્થીને આપવામાં આવે છે
યોજનાની માહિતી મેળવવા માટે જીલ્લાકક્ષાએ મહિલા અને બાળ અધિકારીની કચેરીએ સંપર્ક કરવાનો રહે છે.
ઈ-ગ્રામ સેન્ટર પર મળતી અરજીઓ ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (VCE) દ્વારા કરવામાં આવે છે.આ ઉપરાંત મહિલા અને બાળ અધિકારીની કચેરી/ મામલતદાર કચેરીમાં જમા કરાવવામાં આવતી અરજીઓ પણ જે-તે કચેરી દ્વારા ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવામાં આવે છે.
દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવેલ હુકમથી નારાજ અરજદાર હુકમની તારીખથી ૬૦ દિવસમાં સંબંધિત મહિલા અને બાળ અધિકારીને અપીલ કરી શકશે.
૧. જીલ્લાક્ષાએ ઈ-પેમેન્ટથી રૂ.૨૫૦૦૦ /- લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવે છે.
૨. તેમજ રૂ.૨૫૦૦૦ ની રકમના રાષ્ટ્રીય બચત પત્રો આપવામાંઆવે છે.
દિન-૪૫ માં નિયત નમુનામાં સહાય મંજુરી/નામંજૂરીના આદેશો કરવાના હોય છે.
ઈ-ગ્રામ સેન્ટર પર મળતી અરજીઓ ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (VCE) દ્વારા કરવામાં આવે છે.આ ઉપરાંત મહિલા અને બાળ અધિકારીની કચેરી/ મામલતદાર કચેરીમાં જમા કરાવવામાં આવતી અરજીઓ પણ જે-તે કચેરી દ્વારા ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અપલોડ કરવામાં આવે છે.
રાજ્યની નિરાધાર ગંગા સ્વરૂપા(વિધવા) મહિલાઓની આર્થિક પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને તેઓ સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવી શકે અને પુન:સ્થાપિત થઈ શકે તે હેતુથી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા કર્યાવિન્ત છે.
ના , ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના અરજીપત્રક માટે કોઈ ફી લેવામાં આવતી નથી
આ યોજનો લાભ લેવા માટેની કોઇપણ સમય મર્યાદા નથી.
હા, આ યોજના અંતર્ગત ૧૮ વર્ષ કે તેનાથી મોટી ઉંમરની કોઇપણ ગંગા સ્વરૂપા મહિલાને યોજનાની સહાય મળી શકે છે.
આ યોજનામાં મહિલાને દર માસે રૂ. ૧,૨૫૦ (બારસો પચાસ પુરા)ની સહાય આપવામાં આવે છે.
આ યોજનાનું અરજીપત્રક નીચે જણાવેલ કચેરીમાંથી મળી રહેશે
૧. જિલ્લાકક્ષાએ
• કલેકટરશ્રીની કચેરી (જન સેવા કેન્દ્ર)
• મહિલા અને બાળ અધિકારીની કચેરી
૨.તાલુકાકક્ષાએ
• મામલતદારની કચેરી (જન સેવા કેન્દ્ર)
૩.ગ્રામ્યકક્ષાએ
• તલાટી
• વી.સી.ઈ. (વિલેજ કોમ્પ્યુટર એન્ટ્રોપ્રિનિયર)
આ યોજનાનો લાભ લેવા માટે અરજીપત્રક સાથે નીચેના પુરાવા રજૂ કરવાના રહે છે
• અરજદારની ઉંમરનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મનો દાખલો/PHC, CHC અથવા સિવિલ સર્જન પૈકીના કોઇપણ એક સરકારી ડોક્ટરનું પ્રમાણપત્ર/આધાર કાર્ડ /ચુંટણી ઓળખ કાર્ડ/ડ્રાઈવિંગ લાઈસન્સ/કાર્ડ પૈકી કોઇપણ એક પુરાવો )
• કુટુંબની આવકનું પ્રમાણપત્ર /દાખલો (ચીફ ઓફીસર/મામલતદાર/તાલુકા વિકાસ અધિકારી /તલાટી પૈકી કોઇપણ એકનો દાખલો ) અરજી સાથે તેમજ સહાય મંજુર થયા બાદ દર ત્રણ વર્ષે જુલાઈ માસમાં આવકનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે)
• રહેઠાણ અંગેનો પુરાવો(રેશનકાર્ડ, ચુંટણીકાર્ડ, આધારકાર્ડ, લાઈટબીલ, ગેસ બીલ, પાણી બીલ પૈકી કોઈ પણ એક પુરાવો)
• વિધવા અને પુનઃલગ્ન અંગેનું પ્રમાણપત્ર(નમુના નં. ૧ મુજબ ચીફ ઓફીસર/મામલતદાર/ તાલુકા વિકાસ અધિકારી /તલાટી પૈકી કોઇપણ એકનો દાખલો)
• પતિના અવસાનનો દાખલો
• અરજદારના આધારકાર્ડની નકલ
• બેંક અથવા પોસ્ટ ઓફીસ બચત ખાતા પાસબુકની નકલ(તાજેતરની નવી પાસ બુક આપવી)
• અરજદારની રેશનકાર્ડ ની નકલ
• બી.પી.એલ. સ્કોર અંગેનો દાખલો(લાગુ પડતુ હોય તો)
આ યોજનાનો લાભ લેવા માટે ૧૮ વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વિધવા મહિલા તેમજ કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૧,૨૦,૦૦૦ (એક લાખ વીસ હજાર) તેમજ શહેરી વિસ્તારમાં રૂ. ૧,૫૦,૦૦૦ /- (એક લાખ પચાસ હજાર) લાભ લેવા માટે પાત્રતા ધરાવે છે
હા , આ યોજના અંતર્ગત વિધવા મહિલાનો પુત્ર ૨૧ વર્ષ કે તેથી મોટો હોય તો પણ મહિલા સહાય મળવાપાત્ર છે.
આ યોજનાનું અરજીપત્રક ભરીને મામલદારની વિધવા સહાય શાખામાં અથવા વી.સી.ઈ.(ગ્રામ કોમ્પ્યુટર સાહસિક)ને જમા કરવાનું રહે છે.
આ યોજનાનો લાભ અરજી કર્યા તારીખના માસથી મળવાપાત્ર છે
આ યોજના અંતર્ગત મહિલાએ આર્થિક સહાયનો લાભ લેવા માટે રાષ્ટ્રીયકૃત બેંકમાં અથવા પોસ્ટ ઓફીસમાં ખાતું ખોલાવાનું રહે છે, સહાય સીધી તેના ખાતામાં જમા થાય છે.
અરજી કર્યા પછી ૧ માસમાં (મહિનામાં)સહાય મંજૂરી આદેશ દ્વારા મહિલાના ઘરે જાણ કરવામાં આવે છે.
દર માસે આર્થિક સહાય જમા થઈ છે તે મહિલાએ આપેલ રજીસ્ટ્રડ મોબાઈલ ઉપર મેસેજ દ્વારા જાણ કરવામાં આવે છે.
મહિલાએ અરજીની આપેલ પહોંચ સાથે નજીકના વી.સી.ઈ. (ગ્રામ કોમ્પ્યુટર સાહસિક) અથવા મામલતદારની કચેરીએ સંપર્ક કરવાનો રહે છે.
ગંગા સ્વરૂપા(વિધવા) મહિલા વીસ વર્ષ કે તેથી વધુ વર્ષથી ગુજરાતમાં વસવાટ કરતા હોય તો આ યોજનાનો લાભ લઈ શકે છે.
આ યોજનામાં વિધવા મહિલાએ દર વર્ષે જુલાઈ માસમાં પુનઃલગ્ન નથી કર્યા તેનું પ્રમાણપત્ર મામલતદાર કચેરીથી અથવા તલાટી પાસેથી લઈને જમા કરાવવાનું રહે છે.
હા, વિધવા તાલીમ યોજના અંતર્ગત ગંગા સ્વરૂપા(વિધવા) મહિલાને સરકારશ્રી દ્વારા નિયત થયેલ ધોરણોને આધારે સ્વનિર્ભર કરવા માટે તાલીમ આપી સ્વરોજગારી માટે કીટ(સાધનસામગ્રી) પણ આપવામાં આવે છે
અરજદારની અરજી નામંજૂર આદેશ સામે અરજદારને વાંધો હોય તો ૬૦ દિવસમાં પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરી શકશે.
ગંગા સ્વરૂપા(વિધવા) સહાય મેળવતા લાભાર્થીનું અકસ્માતે મૃત્યુ થતા સરકારશ્રી ગુજરાત સામુહિક જૂથ (જનતા ) અકસ્માત વિમા યોજના અંતર્ગત વારસદારને રૂ.૧.૦૦ લાખ મળવાપાત્ર છે.
આ યોજના અંતર્ગત મૃત્યુ પામેલ લાભાર્થીના વારસદારે અકસ્માત વિમા યોજના માટે જીલ્લાના મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીએ સંપર્ક કરવાનો રહે છે.
વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો વર્ષ ૨૦૦૬-૦૭ થી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કાર્યરત છે.
વિવિધલક્ષી મહિલા ક્લ્યાણ કેન્દ્રો જીલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ આવેલ છે જેના સંપર્કની માહિતી જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મળી શકે છે.
ના, કેન્દ્ર દ્વારા સેવાના લાભ લેવા માટે કોઈ અરજી કરવાની રહેતી નથી . કેન્દ્ર દ્વારા જે તે સેવા અંગે સલાહ, માર્ગદર્શન અને મદદ કરવામાં આવે છે.
ના, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રોમાં સેવાના લાભ લેવા માટે કોઈ ફી ચૂકવી પડતી નથી.
• મહિલા સશક્તિકરણ અને ઉત્કર્ષની કામગીરી માટે વિવિધ કચેરી, તાલીમ સંસ્થાનો અને ઔદ્યોગિક એકમો સાથે સંકલન કરવું તેમજ યોજનાના લાભ અપાવવા માટે જે તે કચેરી સાથે સંકલન કરી આપવું .
• હિંસાનો ભોગ બનેલ મહિલાઓને સ્થાનિક સ્તરે જરૂરી તમામ સહાય સત્વરે મળી રહે તે માટે તાલુકા તથા જિલ્લા કક્ષાએ કાર્યરત વિવિધ મહિલા સુરક્ષાના પ્રકલ્પો સાથે સંકલન હાથ ધરી ત્વરિત મદદ પૂરી પાડવી.
• મહિલાઓને સામાજિક, આર્થિક, રોજગારલક્ષી અને કાયદાકીય માર્ગદર્શન આપવું.
• ઘરેલું હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત ઘરેલું બનાવ અહેવાલ ભરવાની કામગીરી તેમજ
આ કેન્દ્રમાં કાયદાકીય નિષ્ણાત દ્વારા મહિલાને કાયદાકીય માહિતી પૂરી પાડવામાં આવે છે તેમજ કોઈ મહિલાને કાયદાકીય મદદની આવશ્યકતા હોય ત્યારે કેન્દ્રો મફત કાનૂની સહાય કેન્દ્રો સાથે તેમનું સંકલન કરાવી આપે છે ,તેમજ વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રોને ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત સેવા આપનાર એજન્સી તરીકે સરકારે જાહેર કરેલ છે .
વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રોમાં મહિલાને લગતા તમામ કેસો લેવામાં આવે છે જેમકે ઘરેલું હિંસા, કાયદાકીય ,છેડતી, સાયબર ક્રાઈમ, વગેરે પ્રકારના કેસો લેવામાં આવે છે.
હા, કોઈ મહિલા કેન્દ્ર પર આવી શકે તેમ ન હોય તો દરેક વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના ટેલિફોન હેલ્પલાઈન પર કોલ કરીને કાઉન્સેલિંગની સેવા મહિલા મેળવી શકે છે.
વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રો કિશોરીઓ માટે બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ હેઠળના જાગૃતિ કાર્યક્રમો કરે છે. તેમજ સરકારશ્રીની યોજનાના લાભ આપવામાં કિશોરીઓ અને તેના કુટુંબને મદદરૂપ થાય છે.
• ઘરેલુ હિંસાથી પીડિત મહિલાને કાયદાની જાણકારી આપવી અને ઘરેલું હિંસા બનાવનો અહેવાલ તૈયાર કરવો (Ddomestic Incident Rreport)
• ઘરેલુ હિંસાનો બનાવ બન્યો હોય તે વિસ્તારના હકુમત ધરાવતા મેજીસ્ટ્રેટ અને રક્ષણ અધિકારીને તેની નકલ આપવી .
• ઘરેલુ હિંસાનો ભોગ બનનાર વ્યકિતની તબીબી તપાસ કરાવવી અને તે તબીબી રીપોર્ટ ની નકલ રક્ષણ અધિકારી અને તે વિસ્તારની હદમાં આવતા પોલીસ સ્ટેશનને આપવી
• ઘરેલું હિંસાથી પીડિત મહિલા જો આશ્રય ગૃહ મેળવવા માંગતી હોય તો આશ્રયગૃહમાં આશ્રય મળે તે સુનિશ્ચિત કરાવવું અને આશ્રયગૃહમાં નિવાસ અપાયા અંગેનો અહેવાલ સ્થાનિક પોલીસ સ્ટેશનને આપવો.
એવી કોઇપણ ક્રિયા, ઉપેક્ષિત વર્તન, કાર્ય કે આચરણ જે શારીરિક, શાબ્દિક, માનસિક, સંવેદનાત્મક, જાતીય અને નાણાંકીય દુરુપયોગ તરફ દોરી જાય તે ઘરેલુ હિંસા છે. કોઇપણ ક્રિયા કે ઉપેક્ષા જે સ્ત્રીને ઇજા કરે કે તેને નીચી પાયરીએ લાવી દે કે પછી તેના અન્ય વ્યકિત સાથેના સંપર્કને અશક્ત બનાવે, કાબુમાં રાખે તો તેને ઘરેલુ હિંસા કહે છે. તેમાં હિંસા અને તેના ભયનો પણ સમાવેશ છે. તેમાં સ્ત્રી કે તેના સંબંધીઓં પાસેથી ગેરકાયદેસર દહેજની માંગણીનો પણ સમાવેશ થાય છે.
કોઇપણ વ્યકિત શુભાશય સાથે સ્ત્રીઓ સાથે થતી ઘરેલુ હિંસાની માહિતી સંબંધિત જિલ્લાના રક્ષણ અધિકારીને આપી શકે છે. ૧૮ વર્ષથી ઓછી ઉમરની છોકરી બાળક ગણાય છે આથી તેના બદલે તેના હિતેચ્છુ વ્યકિત પણ રક્ષણ અધિકારીને જાણ કરી શકે છે.
સહિયારી જગ્યા કે વહેચાયેલા ઘરમાં સાથે રહેવાના આધારે આ કાયદો ઘરેલુ સંબધ ધરાવતી તમામ મહિલાઓને લાગુ પડે છે. પરણિત સ્ત્રી ઉપરાંત આ કાયદો દીકરીઓ, વિધવાઓ, ૧૮ વર્ષથી ઓછી ઉમરના બાળકો, માતાઓ અને અન્ય સંબધોનું રક્ષણ કરે છે. પત્નીની જેમ સાથે રહેતી મહિલા પણ આ કાયદા હેઠળના લાભો મેળવી શકે છે.
કોઇપણ વ્યકિત જે કૌટુંબિક સંબધ ધરાવતી હોય તે આ કાયદા અંતર્ગત આવી શકે. કૌટુંબિક સંબધ એટલે સાથે રહેવું, લગ્ન અને લગ્ન જેવા સંબધો. જો વ્યકિત પતિને હિંસા કરવામાં સહાયરૂપ થતો/થતી હોય, તેમજ ઘરેલુ સંબધોની વ્યાખ્યામાં આવતી હોય તો તે પણ ગુનેગાર ગણાય . (જોડે રહેવું અથવા એક ઘરમાં રહેવું જરૂરી નથી. કાયદામાં કૌટુંબિક સંબધની વ્યાખ્યામાં સ્પષ્ટ રીતે દર્શાવેલ છે.)
કૌટુંબિક હિંસાના આ દીવાની કાયદા હેઠળ કોઇપણ પ્રકારના પુરાવાની આવશ્યકતા નથી, જો મેજીસ્ટ્રેટને ઘરેલુ હિંસાની વિગતો જોઈતી હોય તો રક્ષણ અધિકારી અહેવાલ સાથે વિગતો આપી શકે છે.
આમાં કોઈ વિરોધાભાસ નથી. જો અરજદારને બંનેનો, સેક્શન ૧૨૫ તેમજ કૌટુંબિક હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ કાયદા અંતર્ગત લાભ મળતો હોય તો બે માંથી જે વધુ લાભકર્તા હોય તેને તે પસંદ કરી શકે છે, અને બીજા ઓર્ડેરને પરત કરી શકે છે .
ના, આ કાયદાની તમામ કાર્યવાહી રક્ષણ અધિકારી દ્વારા કરવાની હોવાથી વકીલની જરૂરિયાત રહેતી નથી.
આર્થિક હિંસા સેક્શન ૪ મુજબ વ્યાખ્યામાં ઘરેલુ સંબધથી જોડાયેલ કોઇપણ ફરિયાદ કરનાર મહિલા પોતાના ભાગે પડતા રહેઠાણ કે અન્ય સુવિધાઓં સતત મેળવવા તથા ભોગવવા અધિકૃત છે. જેમાં ભાગે પડતા મકાનમાં ન રહેવા દેવું પણ ઘરેલું હિંસા છે. તેથી કાઢી મુકાયેલ પત્ની ભાગે પડતાં ઘરમાં રહેવાના અધિકાર માટે અરજી કરી શકે છે. રક્ષણના હુકમ અંતર્ગત તે જ મકાનમાં રહેવા માટે/રહેવાનો ઓર્ડર મેળવવા ત્યજાયેલ મહિલા અરજી કરી શકે છે
આ કાયદા હેઠળ કૌટુંબિક હિંસા સામે રક્ષણ મેળવવા હંગામી અને તાત્કાલિક પગલાં તરીકે ત્રણ દિવસની અંદર મેજીસ્ટ્રેટ દ્વારા બચાવકારી આદેશ આપવામાં આવશે. આ આદેશ અને મૂળ ન્યાયિક ચુકાદા વચ્ચે વધુમાં વધુ ૬૦ દિવસનો સમયગાળો રેહેશે. આ પ્રક્રિયા બંને પક્ષોને સમય આપે છે કે આ દરમ્યાન તેઓ હિંસામુક્ત સ્થિતિમાંથી બહાર આવે અને પારિવારિક જિંદગીને હિંસામુક્ત બનાવી રાખવા માટે યોગ્ય ઉકેલ તરફ જઈ શકે. મેજીસ્ટ્રેટ હિંસાને તાત્કાલિક ધોરણે રોકવા માટે અથવા પીડિત મહિલાને જરૂરી હોય તેવી તમામ તાત્કાલિક સહાય મળે તે સુનિશ્ચિત કરવા માટે પણ વચગાળાનો ઓર્ડેર આપી શકે છે.
બંનેમાંથી કોઇપણ પક્ષ હુકમના પરિવર્તન માટે, તેમાં ફેરફાર કરવા માટે કે રદ કરવા માટે અરજી ન કરે ત્યાં સુધી આ ઓર્ડર અમલમાં રહે છે. આ વચગાળાનો હુકમ કોર્ટ દ્વારા અંતિમ ચુકાદો આવ્યા બાદ રદ થઈ શકે છે.
મેજીસ્ટ્રેટ દ્વારા આપાયેલ કોઇપણ હુકમમાં સેશન્સ કોર્ટમાં અપીલ કરી શકાય. CPC અને Cr.PC ને લગતી વ્યવસ્થાને વ્યાખ્યાયિત કરવા દરમ્યાન ઘણા બધા કિસ્સાઓમાં કોર્ટ દ્વારા વચગાળાના ઓર્ડર /હુકમની મર્યાદા નક્કી કરવામાં આવે છે. પ્રક્રિયા કે કોઈ પણ પક્ષના અધિકારને અસર ન કરતા હુકમમાં અપીલ કરી શકાશે નહી.
જયારે રક્ષણ અધિકારી, સેવા આપનાર એજન્સી કે પોલીસ કે મેજીસ્ટ્રેટને ખબર પડે છે કે મહિલા સાથે કૌટુંબિક હિંસા થઈ છે અથવા આ અધિકારીઓ ઘટનાના સાક્ષી બને છે, ત્યારે તેમની ફરજમાં આવે છે કે કૌટુંબિક હિંસાથી દુભાયેલ મહિલાને સમજ આપે કે તે મફત કાનૂની સેવા અધિનિયમ, ૧૯૮૭ અંતર્ગત વિના મૂલ્યે આ કાયદા અંતર્ગત રાહતો મેળવી શકે છે.
જો હિંસા કરનાર વ્યકિત કોર્ટ દ્વારા અપાયેલ આદેશનું પાલન ન કરે અથવા તેની અવહેલના કરે તો તેને રૂ.૨૦૦૦૦ /- (વીસ હજાર ) નો દંડ અથવા એક વર્ષની સજા અથવા બંને સજા થઈ શકે છે.
ના, વિવાહિત મહિલા/લગ્ન જેવા સંબધ સાથે રહેતી મહિલાના પતિ/પુરુષ સાથીની કોઇપણ સંબંધી મહિલા કૌટુંબિક હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત કોઇપણ પ્રકારની રાહત માટે ફરિયાદ નોંધાવી શકે નહી. (ઉદાહરણ તરીકે કોઈ વિવાહિત અથવા લગ્ન જેવા સંબધ સાથે રહેતી મહિલાના સાસુ, નંણદ અથવા તેના પતિ /પુરુષ સાથી ની ભાભી આ કાયદા અંતર્ગત કોઇપણ પ્રકારની રાહત લેવાનો દાવો કરી શકે નહી.)
• કૌટુંબિક હિંસાથી વ્યથિત મહિલા નીચે જણાવેલ અધિકારીઓનો સંપર્ક કરીને ફરિયાદ નોધાવી શકે છે:
o રક્ષણ અધિકારી (જીલ્લા કક્ષાએ)
o સેવા આપનાર એજન્સી (જીલ્લા તેમજ તાલુકા કક્ષાએ )
o પોલીસ અધિકારી (જીલ્લા તેમજ તાલુકા કક્ષાએ )
o મેજીસ્ટ્રેટ
હા જઈ શકે છે. મેજીસ્ટ્રેટ રક્ષણ અધિકારીને નિર્ધારિત ફોર્મ ડી માં મહિલા દ્વારા જણાવેલ હકીકતના આધારે કૌટુંબિક બનાવ અહેવાલ (Domestic Incident Report) કરવા અંગેનો આદેશ આપે છે
કૌટુંબિક હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલ અધિકારી છે, તેઓ પોતાના વિસ્તાર માટે જવાબદાર અધિકારી છે. આ અધિકારી હિંસાથી વ્યથિત મહિલાને આ અધિનિયમ અંતર્ગત મેજીસ્ટ્રેટ દ્વારા રાહતો અપાવામાં મદદરૂપ થશે તેમજ સ્થાનિક પોલીસ તેમજ સેવા આપનાર એજન્સી દ્વારા અપાતી સેવાઓ અપાવામાં મદદરૂપ થશે.
સેવા આપનાર એજન્સી સ્વૈચ્છિક સંગઠન અથવા કંપની હોઈ શકે છે જેને રાજ્ય સરકાર દ્વારા આ અધિનિયમ અંતર્ગતની સેવાઓ આપવા માટે જાહેર કરેલ છે .સેવા આપનાર એજન્સી કૌટુંબિક હિંસાથી વ્યથિત મહિલાને નીચે મુજબની સેવાઓ અપાવે છે .
• ટુંકાગાળાનું આશ્રય /આશ્રય ગૃહ
• તબીબી સહાય
• કાઉન્સેલીગની સેવા
(સેવા આપનાર એજન્સી કૌટુંબિક હિંસાથી વ્યથિત મહિલાનો ડી.આઈ.આર પણ ભરી શકે છે)
કૌટુંબિક હિંસાથી વ્યથિત મહીલાને આ કાયદા હેઠળ મેજીસ્ટ્રેટ દ્વારા નીચે મુજબની રાહતો મળી શકે છે
રહેઠાણની રાહત : મહિલાને પોતાના ભાગે પડતાં રહેઠાણ અથવા વિકલ્પના સ્વરૂપે તેના પતિ અથવા પુરુષ સાથી દ્વારા રહેવાની વ્યવસ્થા
રક્ષણની રાહત : કૌટુંબિક હિંસાનું કોઈ કૃત્ય કરતા અથવા આવા કૃત્ય કરવામાં સહાય કે મદદરૂપ થનાર સામે રક્ષણની રાહત મળે છે.
કૌટુંબિક હિંસાનો ભોગ બનનાર મહિલા જ્યાં અવાર નવાર જતી હોય અથવા તેણીનું બાળક હોય તો તેની શાળામાં જતા.
કૌટુંબિક હિંસાની ભોગ બનનાર મહિલાના સ્ત્રીધન અથવા પક્ષકારોની સયુંકત કે અલગ માલિકીની અથવા પ્રતિવાદી દ્વારા ભોગવવામાં આવતી કોઇપણ મિલકત કે અસ્કયામતોનું મેજીસ્ટ્રેટની પરવાનગી વિના વેચાણ કે નામ તબદીલ કરતા, તેમજ બેંક લોકર કે બેંક ખાતાઓનું સંચાલન કરતા અટકાવી શકાય છે
આર્થિક રાહત : કૌટુંબિક હિંસાને કારણે થયેલ ખર્ચ (જેમાં તબીબી ખર્ચ પણ શામેલ છે ), ભરણપોષણનો ખર્ચ મહિલા અને જો બાળક સાથે હોય તો તેનું .
બાળકની કસ્ટડી : હંગામી ધોરણે બાળકની કસ્ટડી
વળતરની રાહત : કૌટુંબિક હિંસાને કારણે ઉભી થયેલ માનસિક તેમજ ભાવનાત્મક ત્રાસ સહિતની ઇજાઓ માટે વળતર અને નુકશાન ભરપાઈ કરવા માટે પ્રતિવાદીને હુકમ મેજીસ્ટ્રેટ કરી શકે છે
જો રક્ષણ અધિકારી આ અધિનિયમ અંતર્ગત મેજીસ્ટ્રેટ દ્વારા કરેલ ઓર્ડરનું ઉલ્લંઘન કરે તો મેજીસ્ટ્રેટ રક્ષણ અધિકારીને રૂ ૨૦,૦૦૦ /- (વીસ હજાર ) નો દંડ અથવા એક વર્ષની કેદની સજા અથવા બન્ને કરી શકે છે.
કૌટુંબિક હિંસાની ફરિયાદની મેજીસ્ટ્રેટની સુનવણી બાદ નોટીસની બજવણી રક્ષણ અધિકારી કરે છે
હા, કૌટુંબિક હિંસાથી વ્યથિત મહિલાને તબીબી સહાયની જરૂર પડે ત્યારે આ કાયદા હેઠળ વ્યથિત મહિલાને મેડીકલ સર્ટીફીકેટની કોપી નિ:શુલ્ક આપવાની હોય છે .
ના, વ્યથિત મહિલા તબીબી સહાય લેવા પ્રથમ જાય અને તેની DIR ન નોધાઈ હોય તો પણ તેને પ્રથમ તબીબી સહાય આપવાની રહે છે.
હા, કૌટુંબિક હિંસાથી વ્યથિત મહિલા પોતે લખાવેલ DIR ની કોપી રક્ષણ અધિકારી પાસેથી નિ:શુલ્ક મેળવી શકે છે.
હા, જો મેજીસ્ટ્રેટ કાર્યવાહીના કોઇપણ તબક્કે ન્યાયી અને યોગ્ય ગણાય તેવો વચગાળાનો ઓર્ડર આપી શકશે. તેના માટે ફોર્મ-૩ માં શપથ પત્ર દાખલ કરવાનું હોય છે.
હા, કૌટુંબિક હિંસાથી વ્યથિત મહિલાની વિનંતી હોય ત્યારે આશ્રય ગૃહમાં રાખ્યાની વાત સામાપક્ષવાળા પાસે ગુપ્ત રાખી શકાય છે.
હા, જયારે રક્ષણ અધિકારી કે સેવા આપનાર એજન્સીને ઇ-મેઈલ, ટેલીફોનીક અથવા અન્ય કોઇપણ માધ્યમ દ્વારા જાણકારી મળે છે ત્યારે તે અધિકારી પોલીસ સંરક્ષણ સાથે તે જગ્યા પર જાય છે જ્યાં કૌટુંબિક હિંસાના બનાવની ખબર મળી હોય જેથી કૌટુંબિક હિંસાથી પીડિત મહિલાને મદદ કરી શકે અને મેજીસ્ટ્રેટ સમક્ષ તરત ડી.આઈ.આર. પ્રસ્તુત કરીને જરૂરી રાહતો અપાવી શકાય.
કૌટુંબિક હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત જયારે મેજીસ્ટ્રેટ દ્વારા આપેલ ઓર્ડરનું સામાપક્ષવાળા ઉલ્લંઘન કરે ત્યારે પોલીસની ભૂમિકા આવે છે.
કૌટુંબિક હિંસાથી વ્યથિત મહિલા પોલીસ સ્ટેશનમાં એફ. આઈ. આર. દાખલ કરવા માગતી ન હોય ત્યારે પોલીસે અરજી લઈ લેવી જોઈએ તેમજ તેને રક્ષણ અધિકારી અથવા સેવા આપનાર એજન્સીની જાણકારી આપવી જોઈએ.
હા, કૌટુંબિક હિંસાથી વ્યથિત મહિલા આ અધિનિયમની સાથે ૪૯૮ –ક માં કેસ દાખલ કરાવી શકે છે.
• જાતિ આધારિત લિંગ પરિક્ષણ અટકાવવું.
• દિકરીઓના અસ્તિત્વ અને સુરક્ષાને સુનિશ્ચિત કરવી.
• દિકરીઓના શિક્ષણને સુનિશ્ચિત કરવું અને તેને વિકાસ પ્રક્રિયામાં ભાગીદાર બનાવી.
બેટી બચાવો બેટી પઢાવો યોજના વર્ષ ૨૦૧૫માં અભિયાન સ્વરૂપે અમલી કરવામાં આવી જે વર્ષ ૨૦૧૫ થી રાજ્યના ૨૨ જિલ્લાઓમા આ યોજના અમલી હતી જે ભારત સરકાર દ્વારા મિશન શક્તિ હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩ થી રાજ્યના ૩૩ જિલ્લાઓ ખાતે વ્યાપ વિસ્તૃત કરવામાં આવેલ છે
બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત જિલ્લાકક્ષાએ મહિલા અને બાળ અધિકારીની કચેરી, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, ગૃહ વિભાગ, સંકલિત બાળ વિકાસ સેવા યોજના ( આઈ સી ડી એસ શાખા) ,કૌશલ્ય વિકાસ અને સાહસિકતા વિભાગ, રમત ગમત વિભાગ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ વગેરે સાથે અસરકારક સંકલન કરી કામગીરી કરવામાં આવે છે.
બેટી બચાવો બેટી પઢાવોનું અમલીકરણ રાજ્યમાં કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ (મહિલા કલ્યાણ શાખા ) ની કચેરીમાં સ્ટેટ હબ ફોર એમ્પાવરમેંટ દ્વારા કરવામાં આવે છે
બેટી બચાવો બેટી પઢાવો યોજનાનું જિલ્લાકક્ષાએ અમલીકરણ કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને નિયત થયેલ ટાસ્ક ફોર્સ સમિતિ દ્વારા કરવામાં આવે છે. જિલ્લાકક્ષાએ આ યોજનાના નોડલ અધિકારી મહિલા અને બાળ અધિકારી છે.
ના , સમાજમા દીકરીઓ પ્રત્યેની સંકુચિત માનસિકતામાં બદલાવ લાવવા તથા દિકરી જન્મને પ્રોત્સાહન આપવા અભિયાન સ્વરૂપે ચલાવવામાં આવે છે.
બેટી બચાવો બેટી પઢાવો યોજનામાં સ્વૈચ્છિક સંસ્થાને કોઈ આર્થિક ફંડ આપવામાં આવતું નથી.
હા, લિંગ પરીક્ષણ કરાવવું અને કરવું બંને કાયદાકીય રીતે ગુનો છે .
દીકરીનું ગર્ભ પરીક્ષણ થઈ રહ્યું હોય તેવી જાણકારી હોસ્પિટલ કે વ્યકિતની ખબર પડે તો જિલ્લામાં જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રીને તાત્કાલિક ધોરણે જાણ કરવાની રહે છે.
બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત કોઈ દીકરીને આગળ અભ્યાસ કરવો હોય તો તેને શિક્ષણ વિભાગ સાથે સંકલન કરાવીને તેના આગળના અભ્યાસ / શિષ્યવૃતિ / લોન વગેરે અન્ય સરકારી માળખાઓ માટે સંકલન કરી આપવામાં આવે છે.
તાલુકા ટાસ્ક ફોર્સ સમિતિ દ્વારા જે દીકરીઓએ અભ્યાસ છોડી દીધો હોય તેવી દિકરીઓની યાદી બનાવીને એસ એમ સી (સ્કુલ મેનેજમેન્ટ કમિટી )એ ગ્રામ પંચાયતને પત્ર પાઠવીને દિકરીના પુન:શાળા પ્રવેશ બાબતે જરૂરી પગલાં લેવા સુચના આપવાની રહે છે.
આ યોજનાની રાજ્યકક્ષા ,જિલ્લા કક્ષા ,તાલુકાકક્ષા તેમજ ગ્રામ્યકક્ષાએ ટાસ્કફોર્સ સમિતિની રચના કરવામાં આવી છે.
• દર ૩ માસે સમિતિની બેઠક બોલવાની રહેશે.
• તાલુકાકક્ષાના અમલકર્તા સાથે સંકલન.
• યોજનાનો પ્રચાર પ્રસાર કરવો તેમજ ક્ષમતાવર્ધનના કાર્યક્રમો હાથ ધરાવા
• તમામ શાળામાં અલાયદા કન્યા શૌચાલયની સુવિધા ઉપલબ્ધ છે કે નહી તે સુનિશ્ચિત કરવું
• સદંતર અનિયમિત કે અભ્યાસ છોડી દીધો હોય તેવી દિકરીઓની યાદી બનાવીને એસ એમ સી (સ્કુલ મેનેજમેન્ટ કમિટી )એ ગ્રામ પંચાયતને પત્ર પાઠવીને દિકરીના પુન:શાળા પ્રવેશ બાબતે પગલાં લેવા સુચના આપવાની રહે છે.
• જાહેર સ્થળો પર લગાવેલ દિકરી દીકરા બોર્ડનું (ગુડ્ડી ગુડ્ડા બોર્ડ ) નું મુલ્યાંકન કરવું
• સગર્ભા મહિલાની નોધણી અને પ્રસુતાની ખાત્રી કરવી
• ગ્રામ્ય કક્ષાએ જાગૃતિકરણ કાર્યક્રમો હાથ ધરવા
• કુલ રજીસ્ટર્ડ થયેલ સગર્ભામાંથી કેટલા દીકરી –દીકરા નો જન્મ થયો તે ચકાસવું
• દીકરીના જન્મને પ્રોત્સાહન આપવું.
દીકરી દીકરા બોર્ડ દ્વારા જે તે ગ્રામ પંચાયતના ખાતે સેકસ રેશિયો (દીકરી- દીકરાના જન્મ સમયના બાળ જાતિદર ) વિશે જાગરૂકતા માટે બનાવેલ છે .
આ યોજના અંતર્ગત દીકરીની સુરક્ષા સલામતી અંગે જુદા જુદા હિતધારકો સાથે જાગૃતિકરણના કાર્યક્રમો કરવાના થાય છે.
આ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા ૧૦૦% ગ્રાન્ટ ની ફાળવણી SNA એકાઉન્ટ માં ફાળવવામાં આવશે
આ યોજના હેઠળ દીકરીઓના ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ કાર્યક્રમ રમતગમતના ક્ષેત્રોમાં કન્યાઓની ભાગીદારી વધારવા ,કન્યાઓમાં રમત પ્રતિભાને ઓળખવા અને તેમને યોગ્ય અધિકારીઓ સાથે જોડવા માટે વિકસિત"ખેલો ઈન્ડિયા" અથવા કેન્દ્ર/રાજ્ય સરકારોની કોઈપણ અન્ય યોજનાઓ/કાર્યક્રમ હેઠળ તેમની કુશળતામાં વધારો કરવા પર કામગીરી કરવામાં આવશે.
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગના સંકલનમાં નિયત થયેલ પોલીસ સ્ટેશનમાં મહિલા સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે.સેન્ટર ખાતે જરૂરીયાતમંદ મહિલાનું અને તેના પરિવારજનોનું આવશ્યકતા મુજબ કાઉન્સેલિંગ કરીને ,કાયદાકીય રક્ષણ તથા અન્ય વિકલ્પો પૈકી મહિલાની પોતાની પસંદગી અને નિર્ણય મુજબ મદદ અને માર્ગદર્શન પુરા પાડવામાં આવે છે.
પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરની બેઠક જિલ્લા અને તાલુકામાં નિયત કરેલ પોલીસ સ્ટેશનમાં હોય છે .હાલ રાજ્યમાં ૬૫ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર કાર્યરત છે. આ માહિતી જીલ્લાની મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઈટ પરથી મળી શકે છે.
પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરમાં મહિલાની સમસ્યાને તાલીમ બદ્ધ કાઉન્સેલરો સાંભળે છે અને માર્ગદર્શન આપે છે.
લિંગભેદ, સ્ત્રીભૃણ હત્યા, ઘરેલું હિંસા જેવી સમસ્યાથી પીડિત મહિલાને પોતે નિર્ણય લેવા સક્ષમ બનાવવી. મહિલાનું અને તેના પરિવારજનોનું આવશ્યકતા મુજબ કાઉન્સેલિંગ કરવું, કાયદાકીય માર્ગદર્શન, પોલીસ સાથે સંકલન તથા અન્ય વિકલ્પો પૈકી મહિલાની પસંદગી મુજબની કાર્યવાહીમાં મદદ અને માર્ગદર્શન, મહિલા અને બાળ સુરક્ષાને લગતા કાયદાઓ વિષે હિતધારકોમાં જાગૃતિ લાવવી, આવશ્યકતા અનુસાર વિશેષ સેવાઓ આપવી વગેરે.
પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરમાં ઘરેલું હિંસાના,દહેજ , નશામાં થતી હિંસા , આર્થિક હિંસા , બાળકનો કબજો ,સ્ત્રીધન , બળાત્કાર ,સાયબર ક્રાઈમ , કામકાજના સ્થળે થતી જાતીય સતામણી તેમજ ઘરના સભ્યો દ્વારા થતી સતામણી , છેડતી , ડાકણ પ્રથા ,બાળ શોષણ , ઉંમર લાયક વ્યકિતને તેમના બાળકો દ્વારા થતી હેરાનગતિ ,વગેરેમાં કાઉન્સેલિંગ માટે અરજી આવે છે .
• પ્રથમ મહિલાની અરજી લેવામાં આવે છે અને સાંભળવામાં આવે છે.
• સામાપક્ષવાળાને પત્ર વ્યવહાર કરી બોલાવવામાં આવે છે.
• સામાપક્ષવાળાને સાંભળવામાં આવે છે.
• બન્ને પક્ષોને બેસાડવામાં આવે છે
• મહિલા ઈચ્છે તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવે છે.
કોઈ મહિલાને તાત્કાલિક પોલીસની મદદની જરૂર હોય તેવા કિસ્સામાં કાઉન્સેલર પોતે મહિલા સાથે રહીને પોલીસ સ્ટેશન સાથે સંકલન કરીને મહિલાને જરૂરી સેવાઓ અને માર્ગદર્શન પૂરું પાડે છે .
મહિલાને પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરમાં પીડિત મહિલાની અરજીમાં પોતે ઈચ્છે છે તે પ્રમાણેનું સમાધાન ન થાય ત્યારે મહિલા ઈચ્છે ત્યારે જરૂરિયાત જણાય એ મુજબ કાઉન્સેલર દ્વારા પીડિત મહિલાને કાનૂની માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે મહિલા સહાયતા કેન્દ્ર સાથે રહીને મફત કાનૂની સેવા સત્તા મંડળમાં સંકલન કરી આપે છે. મહિલાને ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત કેસ કરવો હોય ત્યારે જિલ્લા રક્ષણ અધિકારી અથવા સેવા આપનાર એજન્સી સાથે સંકલન કરી આપે છે .
કોઈ બાળકી કે મહિલા પર બળાત્કાર થયેલ હોય ત્યારે પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર ફરિયાદ નોધવામાં મદદરૂપ થાય છે તેમજ કાઉન્સેલરની પોલીસ પ્રક્રિયામાં અથવા કાયદાકીય રીતે જરૂર જણાય ત્યાં કાઉન્સેલર મદદરૂપ થાય છે.
પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર દ્વારા જ્ઞાતિના રૂએ છૂટાછેડા લેવાતા હોય તેવી અરજીમાં કાયદાકીય માર્ગદર્શન આપે છે ,પરતું પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર દ્વારા છૂટાછેડાની પ્રક્રિયા થતી નથી જરૂર જણાય તો જ્ઞાતિના વડા સાથે પરામર્શ કરવામાં આવે છે
પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર દ્વારા સ્ત્રીધન અને બાળકના કબજા માટે કાયદાકીય માહિતીથી માહિતગાર કરી યોગ્ય મદદ આપવામાં આવે છે.
મહિલાને ઘરમાંથી કાઢી મૂકી હોય ત્યારે પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરમાં મહિલા આવે ત્યારે સૌ પ્રથમ તેની સમસ્યાને શાંતિથી કાઉન્સેલર સાંભળે છે અને મહિલા ઈચ્છે તે મુજબ આગળ કાર્યવાહી કરે છે જેમાં આશ્રયગૃહમાં,સખી વન સ્ટોપ સેન્ટર કે પિયર જવા માંગતી હોય તે મુજબ કાર્યવાહી કરવામાં આવે છે જરૂર જણાય તો વિકટીમ ફંડમાંથી પીડિત મહિલાને જમવાનું ,મુસાફરી ખર્ચ અથવા અન્ય ખર્ચ કરી મહિલાને મદદ પૂરી પાડવામાં આવે છે.
પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરમાં અરજીમાં જરૂરિયાત જણાય તો મહિલાને ન્યાય અપાવા માટે કાયદાકીય રીતે પોલીસની જરૂર છે તેવા કેસોમાં પોલીસની મદદ લેવામાં આવે છે.
પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરમાં ભાઈઓની અરજી લેવામાં આવે છે.
આ યોજના તમામ આદિજાતિ જીલ્લામાં કાર્યવિન્ત છે
આ યોજનાનો મુખ્ય હેતુ નીચે મુજબ છે
• ઓછા વજન સાથે જન્મ લેનાર શિશુના દરમાં ઘટાડો
• માતા અને નવજાતના પોષણસ્તરમાં સુધારો લાવવો
• માતા મૃત્યુ અને બાળ મૃત્યુ દરમાં ઘટાડો
જીલ્લાકક્ષાએ : પ્રોગ્રામ ઓફીસર આઈ સી ડી એસ, જીલ્લા પંચાયત
તાલુકાકક્ષાએ: સંકલિત બાળ વિકાસ અધિકારી (સી.ડી.પી.ઓ) તાલુકા પંચાયત
ગ્રામ્યકક્ષાએ : આંગણવાડી કાર્યકર
આ યોજનાના લાભ લેવા માટે સગર્ભામાતા અને ધાત્રીમાતાએ આંગણવાડી કેન્દ્રમાં નોંધણી કરવાની રહે છે.
આ યોજનાનો લાભ તે જ સગર્ભામાતા અને ધાત્રીમાતા (૬ માસ સુધીના બાળકની માતા)ને આપવામાં આવે છે જેમણે આંગણવાડીમાં નોંધણી કરાવેલ હોય તેમજ આંગણવાડીની સેવાઓ લેતા હોવા જોઈએ.
ના,યોજનાનો લાભ લેવા માટે કોઈ દસ્તાવેજની જરૂર હોતી નથી .
આંગણવાડીમાં નામ નોધાયેલ હોવું જરૂરી છે તેમજ આંગણવાડીનીતમામ સેવાઓનો લાભ લેવાનો રહેશે.
આ યોજનાનો લાભ સગર્ભામાતા તેમજ ધાત્રી માતા (૬ માસ સુધીના બાળકની માતા) આ યોજના હેઠળ લાભ લઈ શકે છે .
આ યોજનાના અંતર્ગત લાભાર્થીને એક સમયનુ સંપૂર્ણ ભોજન ૩૦૦ દિવસ સુધી આપવામાં આવે છે.
આ યોજનાના લાભ માટે બાળકોનો કોઈ માપદંડ નથી.
આયોજનાના લાભ લેતા સમયે કોઈ મુશ્કેલી આવે તો પોતાના વિસ્તારના આંગણવાડી કાર્યકરની મુલાકાત કરી શકાય છે
• ગુજરાત રાજ્યની ૧૫-૧૮ વર્ષની તમામ કિશોરિઅઓ (શાળાએ જતી /ન જતી નું પોષણ અને પોષણ સિવાયની બાબતોમાં સશક્તિકરણ કરવું
• એનીમિયા ,બાળ લગ્ન,કુપોષણમાં ઘટાડો કરવો
• જીવન કૌશલ્ય ,સોશિયલ મીડિયા ,વ્યવસાયિક કુશળતા અને કાયદાના જ્ઞાનમાં વધારો તેમજ સ્થાન્નીક ઉપલબ્ધ સેવાઓનો લાભ અપાવવો .
• કિશોરીઓં માટે હકારત્મક વાતાવરણ ઉભુ કરાવવું
પૂર્ણા યોજનાનો લાભ ગુજરાત રાજ્યની ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ જતી / ન જતી કિશોરીઓં લાભ લઈ શકે છે .
પૂર્ણા યોજના ગુજરાત રાજ્યના તમામ જીલ્લામાં કાર્યવિન્ત છે .
પૂર્ણા યોજનામાં જોડાવવા માટે કિશોરીએ પોતાના વિસ્તારની આંગણવાડીના કાર્યકરનો સંપર્ક કરી પોતાના નામની નોધણી કરાવી શકે છે .
પૂર્ણા યોજનામાં જોડાવવા માટે કિશોરીએ કોઈ ફી ભરવાની રહેતી નથી
પૂર્ણા યોજનામાં મુખ્યત્વે ચાર ઘટકો થાકી કામગરી કરવામાં આવે છે
1. વિસ્તારમાં કિશોરી સમુહની રચના કરવી
2. કિશોરીઓની તાલીમ
3. પૂર્ણા દિવસ- દર માસના ચોથા મંગળવારે ઉજવવો
4. પૂર્ણા કાર્ડ (કિશોરીઓંનુ) બનાવવું
પૂર્ણા યોજનામાં કિશોરીઓને નીચેના વિષયો પર તાલીમ આપીને સશક્ત બનાવામાં આવે છે
• પોષણ
• જીવન કૌશલ્ય
• આરોગ્ય વિષયક માહિતી
• સોશિયલ મીડિયાના સારા નરસા પાસાં વિષે
• બળ લગ્નથી થતી અસરો
• વ્યવસાયિક કુશળતા
• રક્ષણ આપતા વિવિધ કાયદા વિષે
• સરકારની ઉપલબ્ધ સ્થાનિક સેવાઓ વિષે
પૂર્ણા દિવસ એ કિશોરીઓં માટે ખાસ દિવસ છે.જેમાં કિશોરીઓને જરૂરી માર્ગદર્શન તેમજ જુદાજુદા વિષયો પર તેમજ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.
પૂર્ણા દિવસ દર માસના ચોથા મંગળવારે આયોજન કરવામાં આવે છે .
પૂર્ણા દિવસનું આયોજન જેતે વિસ્તારની આંગણવાડીમાં કિશોરીઓં સાથે કરવામાં આવે છે.
પૂર્ણા દિવસમાં કિશોરીઓ સાથે વિવિધ માધ્યમો દ્વારા જુદાજુદા વિષયો પર રસપ્રદ રીતે સમજણ અને પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે .
પૂર્ણા યોજના અંગેની માહિતી નીચેના જણાવેલ કચેરીમાંથી મેળવી શકો
• જીલ્લા કક્ષાએ – પ્રોગ્રામ ઓફીસર આઈ સી ડી એસ (જીલ્લા પંચાયત કચેરી )
• તાલુકાકક્ષાએ – સી ડી પી ઓ(બાળ વિકાસ યોજના અધિકારી – તાલુકા પંચાયત કચેરી
• આંગણવાડી- (જે તે વિસ્તારના આંગણવાડી કાર્યકર )
• પૂર્ણા યોજના અંતર્ગત પોષક આહાર
• આર્યન ફોલીક એસિડ (IFA) ગોળી
• આરોગ્ય તપાસ અને સેવાનો લાભ
• પોષણ શિક્ષણ અંગેની સમજ
• જીવન કૌશલ્ય અંગેની સમજ
• શાળાએ ન જતી કિશોરી શાળામાં પરત દાખલ કરવા
• કુટુંબ કલ્યાણની બાબતો,કિશોરીની પ્રજનન ક્ષમતા અને જાતીય આરોગ્ય અંગેની સમજ
• બાળ સંભાળ અને ગૃહ વ્યવસ્થા બાબતે સલાહ
• પૂર્ણા કાર્ડ ૧૫ થી ૧૮ વર્ષની શાળાએ જતી – ન જતી તમામ કિશોરી માટે વ્યકિતગત કાર્ડ છે. આ કાર્ડમાં કિશોરીઓનું વજન, ઊંચાઈ, આયર્ન ફોલીક એસિડ પૂરક આહાર વગેરે માહિતી દર માસે ભરવામાં આવશે.
• માસિક પ્લાનર કિશોરીને આપવામાં આવશે અને દર માસે ચકાસવામાં આવશે
• પૂર્ણા કાર્ડ દ્વારા કિશોરીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે (ખોરાક,આરોગ્ય વિષયક, તરુણાવસ્થા દરમ્યાનના ફેરફારો વિષે વગેરે
કોઇપણ પ્રકારની હિંસાથી પીડિત/સમસ્યાગ્રસ્ત મહિલાને હિંસામુક્ત વાતાવરણ ઉભું કરવું ,સલામત સ્થળનું નિર્માણ કરવું તેમજ મહિલાની પુનર્વસનની કામગીરી કરવી નારી સંરક્ષણ ગૃહ/કેન્દ્ર નો મુખ્ય ઉદેશ્ય છે.
નારી સંરક્ષણ ગૃહ/કેન્દ્રમાં જે મહિલાઓને ઘરમાંથી ત્યજી દીધી હોય ,મહિલા સાથે હિંસા થતી હોય અને મહિલા ઘર છોડવા માંગતી હોય અથવા કોઇપણ પ્રકારની હિંસાગ્રસ્ત મહિલા હોય,કુવારી માતા અથવા કુંવારી ગર્ભવતી મહિલા ,ગર્ભવતી વિધવા અથવા વિધવા માતા ,૧૮ વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી બાળ ગૃહ અથવા સંરક્ષણ ગૃહમાંથી મુક્ત થયેલી કિશોરીઓં, પોલીસ દ્વારા, કોર્ટ દ્વારા અથવા અન્ય રીતે મોકલવામાં આવેલી મહિલાઓ જેને આશ્રયની જરૂર હોય તેવી મહિલાઓંને આશ્રય /પ્રવેશ આપવામાં આવે છે.
નારી સંરક્ષણ ગૃહ/કેન્દ્ર ના નીતિ નિયમો મુજબ નિયત કરેલ ફોર્મ ભરવામાં આવે છે
ના , નારી સંરક્ષણ ગૃહ/કેન્દ્રમાં મહિલાને પ્રવેશની પ્રક્રિયા માટે કોઈ ફી લેવામાં આવતી નથી.
હા, નારી સંરક્ષણ ગૃહ/કેન્દ્ર માં મહિલાની તમામ માહિતીની ગોપનીયતા રાખવામાં આવે છે
નારી સંરક્ષણ ગૃહમા મહિલા ત્રણ મહિનાથી ૧ વર્ષ સુધીના ગાળા દરમ્યાન આશ્રય લઈ શકે છે જ્યારે નારી સંરક્ષણ કેન્દ્રમા મહિલા ત્રણ મહિના સુધી આશ્રય લઈ શકે છે.
હા ,નારી સંરક્ષણ ગૃહ/કેન્દ્રમાં રાત્રીના સમયે આવેલ મહિલાને તાત્કાલિક ધોરણે આશ્રય આપવામાં આવે છે અને ત્યારબાદ જે પ્રક્રિયા નીતિ નિયમ મુજબ થતી હોય તે કરવામાં આવે છે.
નારી સંરક્ષણ ગૃહ/કેન્દ્રમા મહિલા સાથે આવેલ બાળકો માટે ઉમરના માપદંડ મુજબ પ્રવેશ આપવામાં આવે છે.દીકરી માટે કોઈ ઉંમરનો બાંધ નથી પરતું દીકરાની ઉંમર ૬ વર્ષથી ઓછી હશે તો તેને માતા સાથે રહેવાની પરવાનગી મળે છે,પરતું દીકરાની ઉંમર ૬ થી ૧૪ વર્ષની હશે તો તેને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજુ કરવામાં આવશે અને નજીકના બાળ ગૃહમાં મુકવા માટે આદેશ મેળવવાનો રહેશે, જેથી તે દરરોજ તેની માતા સાથે સમયાંતરે સંપર્કમાં રહી શકે.
હા, પરંતુ મહિલા ઈચ્છતી હોય તો જ મુલાકાત કરવામાં આવે છે. મુલાકાત માટે સમય સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ અને સાંજે ૪:૦૦ થી ૬:૦૦ નો હોય છે. આવનાર મુલાકાતીની તમામ માહિતી નીતિ નિયમ મુજબ નોધવામાં આવે છે
નારી સંરક્ષણ ગૃહ/કેન્દ્ર મહિલાને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ, લાંબા-ટુંકા ગળાનું કાઉન્સેલીગ, મનોવૈજ્ઞાનિક કાઉન્સેલીગ, શૈક્ષણિક અને વ્યાવસાયિક તાલીમ દ્વારા સહાય, રોજગાર અને નિવાસ દ્વારા સહાય, કાયદાકીય મદદ/સહાયતાની પ્રાપ્તિ દ્વારા મદદ, તબીબી સલાહની પ્રાપ્તિ દ્વારા મદદ, સરકારની અસ્તિત્વ ધરાવતી નીતિ/યોજનાઓ હેઠળ લાભો અને હકોની પ્રાપ્તિમાં મદદ વગેરે સુવિધા આપવામાં આવે છે.
હા , નારી સંરક્ષણ ગૃહ/કેન્દ્રમા આવનાર દીકરીનો અભ્યાસ ચાલુ હોય તો તેને સ્કુલે જવા માટેની પરવાનગી આપવામાં આવે છે.
નારી સંરક્ષણ ગૃહ/કેન્દ્રમાં મહિલાના આર્થિક ઉપાર્જન માટે પરંપરાગત દરજી કામ અને એમ્બ્રોડરીના અભ્યાસક્રમોથી આધુનિક કમ્પ્યુટર ટેક્નોલોજી, વેબ ડિઝાઇનિંગ, સોફ્ટવેર ડેવલપમેન્ટ અને હાર્ડવેર રિપેરિંગ વગેરે જેવા વ્યાપક શ્રેણીના વ્યાવસાયિક તાલીમ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે.
નારી સંરક્ષણ ગૃહ/કેન્દ્રમાં આવેલ મહિલા કે યુવતી માટે કાયદાકીય પ્રક્રિયા માટે મફત કાનૂની સહાય કેન્દ્રો સાથે સંકલન કરીને કાયદાકીય પ્રક્રિયામાં મદદ કરવામાં આવે છે.
નારી સંરક્ષણ ગૃહ/કેન્દ્રમાં દર સપ્તાહમાં એકવાર મેડીકલ ઓફીસરની મુલાકાત રાખવામાં આવે છે.
નારી સંરક્ષણ ગૃહ/કેન્દ્રમા રહીને મહિલા આર્થિક ઉપાર્જન માટે બહાર જવા માટેની પરવાનગી માટે વ્યવસ્થાપક, કારોબારી સમિતિ સાથે પરામર્શ કરીને નક્કી કરવામાં આવે છે
નારી સંરક્ષણ ગૃહ/કેન્દ્રમા આવેલ મહિલા કે યુવતી ને કાઉન્સેલીગની જરૂરિયાત હોય ત્યારે પરામર્શક મહિલાની સમસ્યાને સમજવા દ્રષ્ટિબિંદુ કેળવે છે જે સંજોગોમાં લાગે છે સમસ્યાગ્રસ્ત મહિલાને માનસિક બીમારી છે તો તેવા સંજોગોમાં વ્યવસ્થાપક સાથે ચર્ચા કરીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે.
નારી સંરક્ષણ ગૃહ/કેન્દ્રમાં આવનાર મહીલા બહેરા મૂંગા હોય ત્યારે તેને સમજવા માટે બહેરા મૂંગાની શાળામાંથી અથવા જે તેઓની સાંકેતિક ભાષા સમજી શકતા હોય તેઓની મદદ લેવામાં આવે છે તેમજ મહિલા પરપ્રાંતીય હોય તો તેની ભાષા સમજવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશન કે જે તે ભાષા સમજનારની મદદ લેવામાં આવે છે .
નારી સંરક્ષણ ગૃહ/કેન્દ્રમાં આવેલ મહિલાનું આધારકાર્ડ ,ચુંટણી કાર્ડ વગેરે જો ના હોય તો નારી સંરક્ષણ ગૃહ દ્વારા કાઢવામાં મદદ કરવામાં આવે છે અને જો કોઈ મહિલાનું આધારકાર્ડ ,ચુંટણી કાર્ડ સામાપક્ષ વાળાએ રાખી લીધું હોય તો તેમનું કાઉન્સેલીગ કરીને મહિલાને મદદ કરવામાં આવે છે .કોર્ટની મુદત, શૈક્ષણીક પરિક્ષાઓ, નોકરીના ઈન્ટરવ્યુ જેવા કામો માટે નારી સંરક્ષણ ગૃહ દ્વારા મહિલાઓને રક્ષણ સાથે લઈ જવામાં આવે છે .
નારી સંરક્ષણ ગૃહ/કેન્દ્રમાં મહિલાની સુરક્ષા માટે ચોકીદાર ,સીસીટીવી કેમેરા, વ્યવસ્થાપક અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત સુરક્ષા તપાસ હાથ કરે છે.
નારી સંરક્ષણ ગૃહ/કેન્દ્રમાં આવનાર મહિલાની રહેવાની અવધિ નારી સંરક્ષણ ગૃહના નીતિ નિયમો મુજબ પૂરી થઈ જાય અને મહિલાની સમસ્યાનું સમાધાન ના થાય તો આવી મહિલાઓને વધુ સમય રહેવા માટે જિલ્લા કક્ષાની નારી સંરક્ષણ ગૃહ/કેન્દ્રની કરોબારી સમિતિને ભલામણ કરવામાં આવે છે.
નારી સંરક્ષણ ગૃહ/કેન્દ્રમાં આવનાર મહીલાની ઉમર ૫૯ વર્ષ ઉપરની હોય ત્યારે તેમણે સમાજ સુરક્ષા દ્વારા ચાલતા વૃધ્ધાવસ્થા આશ્રમમાં મુકવામાં આવે છે
નારી સંરક્ષણ ગૃહ/કેન્દ્રમાં કોર્ટના હુકમથી આવેલ મહિલાને કોર્ટના આદેશથી છોડી શકાય છે, તેમજ નારી સંરક્ષણ ગૃહ/કેન્દ્રમાં સ્વૈચ્છિક રીતે (પોતાની રીતે) આવેલ મહિલાને વ્યવસ્થાપક કારોબારી સમિતિ દ્વારા નારી સંરક્ષણ ગૃહ/કેન્દ્રના નીતિ નિયમ મુજબ છોડવામાં આવે છે.
આ યોજના ગુજરાત રાજ્યમાં જૂન-૨૦૨૨ થી અમલી થઈ છે .
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના સમગ્ર ગુજરાત રાજ્યમાં કાર્યવિન્ત છે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો મુખ્ય હેતુ સગર્ભા બહેનો અને બાળકોના પોષણ અને આરોગ્ય સ્તરમાં સુધારો લાવવાનો છે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની વધુ માહિતી માટે નીચે જણાવેલ વ્યકિતનો સંપર્ક કરી શકાય છે .
• ગ્રામ્ય સ્તરે - આંગણવાડી કાર્યકર
• તાલુકા સ્તરે - સીડીપીઓ (બાળ વિકાસ યોજના અધિકારી) તાલુકા પંચાયત
• જીલ્લા સ્તરે- પ્રોગ્રામ ઓફીસર (આઈ.સી.ડી.એસ) જીલ્લા પંચાયત
• ના, આ યોજના માટે કોઈ ફોર્મ ભરવાનું રહેતું નથી.
• લાભાર્થીની નોંધણી આંગણવાડી કેન્દ્ર પર કરી શકાય છે તેમજ લાભાર્થી જાતે પણ MMY એપ્લીકેશન દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે
ના ,આ યોજના માટે કોઈ ફી આપવાની રહેતી નથી.
આ યોજનાનો લાભ લેવા માટે નીચેના દસ્તાવેજો જરૂરી છે.
• આધાર કાર્ડ
• મમતા કાર્ડ (ટેકો આઈ.ડી )
જૂન-૨૦૨૨ ની સ્થિતિએ આં.વા. કેન્દ્ર પર નોંધાયેલ પ્રથમ સગર્ભા અને જન્મથી ૨ વર્ષ સુધીના પ્રથમ બાળકની માતા
• આરોગ્ય વિભાગના સોફ્ટવેર (ટેકો) સાથે ખરાઈ કરેલ પ્રથમ સગર્ભા મહિલા અને જન્મથી ૨ વર્ષ સુધીના પ્રથમ બાળકની માતા
• આધારકાર્ડ ધારક હોવા જોઈએ
• આંગણવાડીમાં નામ નોધાયેલ હોવું જરૂરી છે તેમજ આંગણવાડીનીતમામ સેવાઓનો લાભ રહેવાનો રહેશે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો લાભ પોતાના વિસ્તારના આંગણવાડી કેન્દ્ર પરથી લઈ શકે છે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં મળવાપાત્ર લાભ
• ચણા- ૨ કિલો
• તુવેરદાળ -૧ કિલો
• સીંગતેલ - ૧ લીટર
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં લાભાર્થીને લાભની સમયમર્યાદા સગર્ભા થી ૨ વર્ષ સુધીના બાળકની માતા બને ત્યાં સુધી યોજનનો લાભ મળી શકે છે .
આ યોજનાનો લાભ પ્રથમ બાળક સુધી લઈ શકાય છે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના લાભ લેતા સમયે કોઈ મુશ્કેલી આવે તો પોતાના વિસ્તારના આંગણવાડી કાર્યકરની મુલાકાત કરી શકાય છે .